ICC Test rankings: વિરાટ કોહલીને જોખમ, બીજા સ્થાન પર પહોંચ્યો આ પ્લેયર

08 December, 2020 01:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICC Test rankings: વિરાટ કોહલીને જોખમ, બીજા સ્થાન પર પહોંચ્યો આ પ્લેયર

કેન વિલિયમસન અને વિરાટ કોહલી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સોમવારે જાહેર કરાયેલી નવીનત્તમ ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂ ઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને છંલાગ લગાવી છે. વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટ મૅચમાં ડબલ સદી ફટકારવાનો ફાયદો એને રેન્કિંગમાં મળ્યો અને તેણે સંયુક્ત રૂપના બીજા સ્થાન પર કબજો કર્યો છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેટલા અંક પ્રાપ્ત કરીને કેન વિલિયમસન એની સાથે બીજા નંબર પર આવી ગયો છે. પહેલા સ્થાન પર ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને સ્થાન મળ્યું છે.

તાજેતર જાહેર કરવામાં આવેલી આઈસીસી ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 74 અંકના ફાયદા સાથે ન્યૂ ઝીલૅન્ડના કેપ્ટન કેન વિલિયનસન બીજી સ્થાન પર પહોંચી ગયો છે. 812 અંકથી વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝની શરૂઆત કરનાર વિલિયમસને 251 રન બનાવ્યા હતા, જેના બાદ એના 886 અંક થઈ ગયા. હવે તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે આવ્યો છે અને સંયુક્ત રીતે બીજા સ્થાને છે. ન્યૂ ઝીલેન્ડના ટૉમ લેથમે પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ પ્રાપ્ત કરીને ટૉપ 10માં જગ્યા બનાવી લીધી છે.

બેટિંગ ટેસ્ટ રેન્કિંગમાં ઑસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ 891 અંક સાથે પહેલા સ્થાન પર છે. ન્યૂ ઝીલેન્ડનો કેન વિલિયમસન અને ભારતનો વિરાટ કોહલી 886 અંક લઈને બીજા સ્થાને અને ત્રીજા નંબર પર છે. ઑસ્ટ્રેલિયાના માર્નસ લબુશાને 827 અંક સાથે ચોથા નંબરે પોતાની જગ્યા બનાવી લીધી છે. પાંચમાં સ્થાન પર પાકિસ્તાનનો પ્લેયર બાબર આઝમ છે.

બેટિંગ રેન્કિંગમાં પણ ન્યૂ ઝીલેન્ડના ખેલાડીને ફાયદો થયો છે. વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ 6 વિકેટ લેનાર નીલ વેગનરે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રૉડને હટાવીને બીજા સ્થાને પોતાની જગ્યા બનાવી લીધી છે. બેગનરના 849 અંક છે જ્યારે 845 અંક સાથે બ્રૉડ ત્રીજા સ્થાને પહોંચ્યો છે. ન્યુ ઝીલેન્ડનો ટિમ સાઉધી ચોથા નંબર પર છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા 802 પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે છે.

international cricket council kane williamson virat kohli new zealand australia cricket news sports news