13 November, 2022 02:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેલબર્નમાં પ્રેસ-કૉન્ફરન્સમાં હાજરી આપી રહેલો બાબર આઝમ
બાબર આઝમના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં આજે ઇંગ્લૅન્ડ સામે ટકરાશે. વર્તમાન ટુર્નામેન્ટ અને ૧૯૯૨ના ૫૦ ઓવરના વર્લ્ડ કપમાં ટીમની પ્રગતિમાં ગજબની સમાનતા છે. એ વર્લ્ડ કપ પાકિસ્તાન ઇમરાન ખાનના નેતૃત્વમાં જીત્યું હતું. ગાવસકરે સ્ટાર સ્પોર્ટ્સમાં કહ્યું કે ‘તમે જાણો છો કે જો પાકિસ્તાન વર્લ્ડ કપ જીતી જાય તો ૨૦૪૮માં બાબર આઝમ પાકિસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર હશે.
૧૯૯૨ના વર્લ્ડ કપમાં વસીમ અકરમના શાનદાર પ્રદર્શનને કારણે પાકિસ્તાન ઇંગ્લૅન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઇમરાન ત્યાર બાદ દેશનો વડા પ્રધાન બન્યો હતો. આમ ૧૯૯૨ના કૅપ્ટન ઇમરાન ખાન ૨૦૧૮માં પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા હતા. સુનીલ ગાવસકરે આ વાત ઍડીલેડમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી સેમી ફાઇનલની શરૂઆત પહેલાં કરી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયામાં પણ એક યુઝરે અપલોડ કર્યો હતો. ગાવસકરની આ વાત સાંભળીને શેન વૉટ્સન અને માઇકલ આથર્ટન પોતાનું હસવાનું રોકી શક્યા નહોતા.