ભારત ને વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલતા વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી : ICC

24 October, 2014 06:36 AM IST  | 

ભારત ને વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિકેટ બોર્ડ વચ્ચે ચાલતા વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી : ICC




ICCએ જણાવ્યું હતું કે વેસ્ટ ઇન્ડીઝના ખેલાડીઓ તથા બોર્ડ વચ્ચે પગારને લઈને ચાલતા વિવાદને લઈને અમને ચિંતા છે, પરંતુ આ વિવાદમાં અમે હસ્તક્ષેપ કરી શકીએ એમ નથી. જોકે ભારત અને વેસ્ટ ઇન્ડીઝનાં ક્રિકેટ બોર્ડ વચ્ચે સિરીઝ રદ થવાથી ઊભા થયેલા વિવાદથી પણ એ ચિંતિત છે અને સમગ્ર મામલે નજર રાખી રહી છે. ત્ઘ્ઘ્ને એવી આશા છે કે આ વિવાદ મૈત્રીપૂર્ણ રીતે ઉકેલાઈ જશે. વળી જ્યાં સુધી આ મામલે હસ્તક્ષેપ કરવાનું એમને કહેવામાં ન આવે ત્યાં સુધી આ વિવાદમાં એ હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવતું નથી.

ભૂતપૂર્વ કૅરિબિયન કોચે કહ્યું કે તેને ક્રિકેટ ર્બોડે કાઢી મૂક્યો હતો

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કોચ ઓટિસ ગિબ્સનના જણાવ્યા પ્રમાણે તેને કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે કૅરિબિયન ર્બોડે પોતાના સ્ટેટમેન્ટમાં અલગ જ વાત કરી હતી. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડ સાથેના તમામ સંબંધો સમાપ્ત કર્યાના ત્રણ મહિના બાદ બુધવારે કોચ ઓટિસ ગિબ્સને જણાવ્યું હતું કે વિવિધ મીડિયામાં એવી વાતો બહાર પાડવામાં આવી હતી કે પરસ્પર સમજૂતીથી આ કૉન્ટ્રૅક્ટ રદ કરવામાં આવ્યો છે. એ જાણીને તેને આશ્ચર્ય થયું હતું. વાસ્તવમાં કૅરિબિયન બોર્ડના પ્રમુખ ડેવ કૅમરૂને ફોન પર જ વાત કરીને તેને કાઢી મૂક્યો હતો. કોચને જણાવાયું હતું કે ખેલાડીઓને તેના પર વિfવાસ નથી. ગયા વર્ષે જ તેનો કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ICC વલ્ર્ડ વ્૨૦ ટુર્નામેન્ટ જીતી હતી. કોચની એ સૌથી યાદગાર ક્ષણ હતી.