WORLD CUP 2019:પ્લેયર્સને અપાશે પૂરતી સુરક્ષા : ICC

27 February, 2019 09:54 PM IST  | 

WORLD CUP 2019:પ્લેયર્સને અપાશે પૂરતી સુરક્ષા : ICC

પ્લેયર્સને અપાશે પૂરતી સુરક્ષા: ICC

ICCએ વર્લ્ડ કપ 2019માં ભારતીય પ્લેયર્સની પૂરતી સુરક્ષાનું આશ્વાસન BCCIને આપ્યું છે. ICCએ કહ્યું હતું કે, પુલવામાં હુમલાને ધ્યાનમાં રાખતા ભારતીય પ્લેયર્સની સુરક્ષા માટે પૂરતા પગલા લેવામાં આવશે.' BCCIના સીઈઓ રાહુલ જોહરીએ ICCના મુખ્ય અધિકારીઓ સાથેની મિટીંગમાં 30 મેથી શરુ થનારા વર્લ્ડ કપમાં ભારતીય પ્લેયર્સની સુરક્ષા વિશે ચિંતા દર્શાવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવયુક્ત વાતાવરણ સર્જાતા BCCIના રાહુલ જોહરીએ ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપમાં ભારતીય પ્લેયરો અને પ્રસંશકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. મુખ્ય અધિકારીઓ વચ્ચે થયેલી મિટીંગમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે ICCએ BCCIને વિશ્વાસ અપાવ્યો છે કે ઈંગ્લેન્ડમાં પ્લેયર્સ અને પ્રસંશકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ICCના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યું હતું કે, 'BCCI દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાને ધ્યાનમાં રાખતા બધી જ સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવશે.'

આ પણ વાંચો: ISSF વર્લ્ડ કપમાં અનુ અને સૌરભે જીત્યો ગોલ્ડ

cricket news sports news