06 February, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૧૬ વૉર્મ-અપ મૅચનું શેડ્યુલ આજે સમાપ્ત થશે. આજે બપોરે ૩ વાગ્યે ચેન્નઈમાં ઇટલી અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચેની મૅચ બાદ અંતિમ વૉર્મ-અપ મૅચ ઇન્ડિયા-A અને નામિબિયાની બૅન્ગલોરમાં રમાશે.
આયુષ બદોનીના નેતૃત્વમાં ઇન્ડિયા-Aની ટીમે અમેરિકા સામે ૩૮ રને જીત મેળવી હતી. નામિબિયા પોતાની એકમાત્ર વૉર્મ-અપ મૅચમાં ૨૨૬ રન ફટકારીને સ્કૉટલૅન્ડ સામે ૬ વિકેટે વિજય મેળવી ચૂક્યું છે.
કોલંબોમાં ઝિમ્બાબ્વે સામે ૧૮૮ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ઓમાને ૪ બૉલ પહેલાં ૪ વિકેટે જીત મેળવી હતી.
ચેન્નઈમાં કૅનેડા સામે ૧૬૨ રનનો ટાર્ગેટ ૧૮ ઓવરમાં ચેઝ કરીને નેપાલ ૬ વિકેટે જીત્યું.
કોલંબોમાં આયોજિત બપોરની મૅચ દરમ્યાન વરસાદને કારણે ઑસ્ટ્રેલિયા અને નેધરલૅન્ડ્સ વચ્ચેની રમત ટૉસ વગર કૅન્સલ થઈ હતી.
નવી મુંબઈમાં સાંજે ૭ વાગ્યાની મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ૨૦૮-૭નો સ્કોર કર્યો હતો. જવાબમાં અમેરિકાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૦૧ રન કર્યા હતા.