લાહોરમાં પાકિસ્તાન-બંગલાદેશ ક્રિકેટ બોર્ડે ICCના પ્રતિનિધિઓ સાથે ખાસ મીટિંગ કરી

09 February, 2026 10:25 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી સાથેની ICCના સભ્યોની મીટિંગના ફોટો પણ સામે આવ્યા છે

ડાબેથી બંગલાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ, ICCના સભ્ય ઇમરાન ખ્વાજા અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી

પાકિસ્તાનના લાહોરથી મેન્સ T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટી અપડેટ સામે આવી છે. ભારત સામેની ગ્રુપ-સ્ટેજ મૅચના બહિષ્કાર મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી સમાધાન શોધવા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ઇમરાન ખ્વાજા સહિતનું પ્રતિનિધિ મંડળ લાહોર પહોંચ્યું છે. રસપ્રદ વાત તો એ છે કે વર્લ્ડ કપમાંથી બહાર થયેલા બંગલાદેશના ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ પણ આ મીટિંગમાં ભાગ લેવા ઢાકાથી લાહોર આવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી સાથેની ICCના સભ્યોની મીટિંગના ફોટો પણ સામે આવ્યા છે. 

t20 world cup international cricket council india pakistan bangladesh sri lanka cricket news sports sports news