ટીમ ઇન્ડિયાને નંબર-વન બતાવવાની ભૂલ બદલ આઇસીસીએ માગી માફી

17 February, 2023 12:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આઇસીસીએ જણાવ્યું હતું કે ‘આજે દિલ્હીમાં ભારત સામે શરૂ થતી સિરીઝની બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા નંબર-વન તરીકે જ રમવા મેદાન પર ઊતરશે

રોહિત શર્મા

બુધવારે ભારતને ટેસ્ટના નવા રૅન્કિંગ્સમાં ઑસ્ટ્રેલિયાના સ્થાને નંબર-વન બતાવવામાં આવ્યું એ ટેક્નિકલ ક્ષતિને લીધે બન્યું હોવાનું કહીને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ માફી માગી છે.

આઇસીસીના એ અહેવાલને પગલે એવી વાત વહેતી થઈ હતી કે ભારતની મેન્સ ક્રિકેટ હવે ત્રણેય ફૉર્મેટમાં નંબર-વન છે. હકીકતમાં ભારત ટી૨૦ તથા વન-ડેમાં નંબર-વન છે, પરંતુ ટેસ્ટમાં હજી નંબર-ટૂ જ છે અને આઇસીસીએ એ ભૂલ બદલ જાહેરમાં માફી માગી લીધી છે. આઇસીસીએ જણાવ્યું હતું કે ‘આજે દિલ્હીમાં ભારત સામે શરૂ થતી સિરીઝની બીજી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા નંબર-વન તરીકે જ રમવા મેદાન પર ઊતરશે. ઑસ્ટ્રેલિયાના ૧૨૬ પૉઇન્ટ સામે ભારતના હજી ૧૧૫ પૉઇન્ટ છે. જૂનમાં રમાનારા ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા માટે ભારત હજી પણ દાવેદાર છે અને ઑસ્ટ્રેલિયા પણ રેસમાં છે.’

નોંધ : અફઘાનિસ્તાન અને આયરલૅન્ડને ટેસ્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ રૅન્કિંગ્સના આ ટેબલમાં સ્થાન મેળવવા જેટલી મૅચો હજી તેઓ નથી રમ્યા.

sports news sports indian cricket team cricket news test cricket t20 international international cricket council