ICC ચેમ્પિયન્સ ટ્રૉફી: જાણો ટુર્નામેન્ટ ટુર્નામેન્ટ જીતનારીઅને હારનારી ટીમને કેટલા રૂપિયાનું ઈનામ મળશે?

05 March, 2025 07:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ICC Champions Trophy 2025: ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 (તસવીર: મિડ-ડે)

ICC ચેમ્પિયન્સ ટ્રૉફીનો ઉત્સાહ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. 8 ટીમોમાંથી, ચાર ટીમો બહાર થઈ ગઈ અને 4 ટીમો સેમિફાઇનલ રાઉન્ડમાં પહોંચી છે. આજે પહેલી સેમિફાઇનલમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે. આ સાથે દક્ષિણ આફ્રિકા ન્યુઝીલૅન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ મૅચ રમાશે. પણ તમે જાણો છો કે આ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં હારી જનારી ટીમોને ICC તરફથી કેટલા પૈસા મળશે?

સેમિફાઇનલમાં હારેલી ટીમને કેટલું ઇનામ મળશે?

ICC એ ચેમ્પિયન્સ ટ્રૉફી 2025 માટે કુલ 6.9 મિલિયન ડૉલરની ઇનામી રકમ નક્કી કરવામાં આવ છે. આ રકમ 2017ની ક્રિકેટ ટુર્નામેન્ટની રકમ કરતાં 53 ટકા વધુ છે. ટુર્નામેન્ટ જીતનાર ટીમને 2.24 મિલિયન ડૉલર ભારતીય રૂપિયામાં લગભગ 19.5 કરોડ અને રનર-અપને 1.12 મિલિયન ડૉલર એટલે ભારતીય રૂપિયામાં અંદાજે 9.78 કરોડ આપવામાં આવશે. આ વિજેતા અને ઉપવિજેતા ટીમ વિશે છે. આ સાથે સેમિફાઇનલમાં બહાર થનારી ટીમને 560,000 ડૉલરની ઇનામી રકમ મળશે, જે ભારતીય રૂપિયા પ્રમાણે 4.89 કરોડ રૂપિયા થાય છે.

આ ટુર્નામેન્ટ 8 વર્ષ પછી યોજાઈ રહી છે

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન ૮ વર્ષ પછી થઈ રહ્યું છે. તેનું છેલ્લે આયોજન 2017 માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાને ફાઇનલમાં ભારતને હરાવીને ટુર્નામેન્ટ જીતી લીધી. આ વખતે, યજમાન તરીકે રમી રહેલા પાકિસ્તાનને પહેલા રાઉન્ડમાં જ બહાર થવું પડ્યું. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યુઝીલૅન્ડને ગ્રુપ A માં મૂકવામાં આવ્યા હતા. ગ્રુપ બીમાં ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થતો હતો. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલૅન્ડ અને ગ્રુપ B માંથી દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

આજની ભારત અને ઑસ્ટ્રેલિયા મૅચનું શું છે સ્ટેટ્સ?

પહેલી સેમિફાઇનલ મૅચ ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહી છે. જેમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા

મંગળવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સ્વર્ગસ્થ પદ્મકર શિવાલકરના સન્માનમાં ચાલી રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની પ્રથમ સેમિફાઇનલ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને રમત જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય ટીમ માટે ન રમવાનું કમનસીબ ગણાતા મહાન ભારતીય ક્રિકેટરોમાંના એક પદ્મકર શિવાલકરનું સોમવારે મુંબઈમાં 84 વર્ષની વયે અવસાન થયું.

ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટમેન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ઓસ્ટ્રેલિયા (પ્લેઈંગ ઈલેવન): કૂપર કોનોલી, ટ્રૅવિસ હૅડ, સ્ટીવન સ્મિથ (કૅપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), ઍલેક્સ કૅરી, ગ્લેન મૅક્સવેલ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, ઍડમ ઝૅમ્પા, તનવીર સંઘા.

champions league australia indian cricket team dubai cricket news sports news sports