ટેસ્ટમાં પ્લેયર કોરોના થાય તો રિપ્લેસમેન્ટની મંજૂરી અપાઈ: ICC

10 June, 2020 05:42 PM IST  |  Dubai | Agencies

ટેસ્ટમાં પ્લેયર કોરોના થાય તો રિપ્લેસમેન્ટની મંજૂરી અપાઈ: ICC

પ્રતીકાત્મક તસવીર

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ગઈ કાલે કેટલાક નવા નિયમોની જાહેરાત કરવામાં આવી હતી. આ નિયમોમાં બૉલ પર થૂંક ન લગાવવા માટે પણ જાહેરાત કરવામાં આવી છે. શરૂઆતમાં બોલર ટેવાઈ જાય એ માટે અમ્પાયર સિચુએશન હૅન્ડલ કરતા રહેશે, પરંતુ પ્લેયર વારંવાર એવું કરશે તો ટીમને વૉર્નિંગ આપવામાં આવશે. આ માટે એક ઇનિંગમાં બે વૉર્નિંગ આપવામાં આવશે અને જો ત્યાર બાદ પણ એવું થયું તો પાંચ રનની પેનલ્ટી મળશે. ટેસ્ટ મૅચ માટે લોકલ અમ્પાયરનો ઉપયોગ કરવામાં આવશે નહીં કે ઇન્ટરનૅશનલ અમ્પાયરનો તેમ જ જો કોઈ પ્લેયરમાં કોરોના-વાઇરસનાં લક્ષણ દેખાય અથવા તો તે પૉઝિટિવ આવે તો મૅચ-રેફરી તેના જેવા અન્ય પ્લેયરને પસંદ કરશે. જોકે આ પ્લેયર-રિપ્લેસમેન્ટનો નિયમ વન-ડે અને ટી૨૦ માટે નથી લાગુ પડતો.

cricket news sports news international cricket council test cricket