ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ રંગીન બૉલથી રમવા આઇસીસીની મંજૂરી

30 October, 2012 05:46 AM IST  | 

ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ રંગીન બૉલથી રમવા આઇસીસીની મંજૂરી


દુબઈ:

ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ રાખવા થોડા સમયથી પ્રયત્નશીલ છે અને આ દેશોની ડોમેસ્ટિક ક્રિકેટમાં અજમાયશ માટે રંગીન બૉલનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. શ્રીલંકા અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજે પલ્લેકેલમાં એકમાત્ર વ્૨૦ મૅચ રમાશે અને આ દિવસથી કેટલાક નિયમો અસ્તિત્વમાં આવી રહ્યા છે:

નવા નિયમ મુજબ વન-ડેમાં ત્રણને બદલે બે પાવરપ્લે રહેશે. પ્રથમ પાવરપ્લે પહેલી ૧૦ ઓવરનો રહેશે જેમાં ૩૦ યાર્ડ (૯૦ ફૂટ)ના સર્કલની બહાર માત્ર બે ફીલ્ડરો ઊભા રાખી શકાશે. પાંચ ઓવરવાળો બીજા પાવરપ્લે ૪૦મી ઓવર સુધીમાં પૂરો કરી લેવાનો રહેશે અને એમાં ૩૦ યાર્ડના સર્કલની બહાર માત્ર ત્રણ ફીલ્ડરો રાખી શકાશે.

નૉન-પાવરપ્લેવાળી ઓવરોમાં સર્કલની બહાર ચાર કરતાં વધુ ફીલ્ડરો નહીં રાખી શકાય.

વ્૨૦ની સુપર ઓવરમાં ફીલ્ડિંગ કરતી ટીમ કયા છેડેથી બોલિંગ કરવી એ નક્કી કરી શકશે. મુખ્ય મૅચમાં વપરાયેલા બૉલમાંથી કયા બૉલથી રમવું એનો નિર્ણય ફીલ્ડિંગ કરતી ટીમનો કૅપ્ટન લઈ શકશે.

આઇસીસી = ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ