મહિલા ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પહેલી વાર 37 ટીમને તક

13 December, 2020 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહિલા ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પહેલી વાર 37 ટીમને તક

ફાઈલ ફોટો

ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આઈસીસીએ દક્ષિણ આફ્રિકામાં યોજાનારા મહિલા ટી20 વર્લ્ડ કપના ક્વોલિફાયર માટે 37 ટીમો પસંદ કરી છે.

આ વર્લ્ડ કપ 2023માં 9 થી 26 ફેબ્રુઆરી સુધી રમાશે. આઠ દેશ પ્રથમ વખત આઈસીસી ઈવેન્ટમાં ઉતરશે. જેમાં ફ્રાન્સ, તૂર્કી, કેમરુન, ભૂટાન, બોત્સવાના, મલાવી, મયાંમાર અને ફિલિપિન્સનો સમાવેશ થાય છે. આર્જેન્ટીના અને બ્રાઝીલને 2012 પછી ફરી એક વખત ક્વોલિફિકેશન મળ્યું છે. આ વખતે 37 ટીમો વચ્ચે 115 મેચો રમાશે. ઓગસ્ટ, 2021થી ક્વોલિફાયર મેચ શરૂ થશે અને 2022 સુધી ચાલશે. આ વખતે ટીમોની સંખ્યા વધારીને 10 કરાઈ છે. આ વર્ષે બ્રાઝીલ પુરુષોથી પહેલા મહિલાઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપનારો પ્રથમ દેશ બન્યો છે.

ક્રિકેટ બ્રાઝીલના ડેવલપમેન્ટ અધિકારી મેટ ફેદરશ્ટોને કહ્યું કે, દેશમાં ક્રિકેટના વિકાસમાં મહિલા ટીમનું મહત્ત્વનું યોગદાન છે. કોન્ટ્રાક્ટ આપ્યા પછી રમતનું સ્તર સુધર્યું છે. અમે જાણતા હતા કે મહિલા ટીમમાં પોટેન્શિયલ છે. તૂર્કી પ્રથમ વખત કોઈ ગ્લોબલ ટૂર્નામેન્ટ રમી રહ્યું છે.

યજમાન અને રેન્કિંગમાં ટોચની 7 ટીમને વર્લ્ડ કપમાં ડાયરેક્ટ એન્ટ્રી મળશે. છેલ્લા બે સ્થાન માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ રમાશે. મેઈન ડ્રોમાં કુલ 10 ટીમને તક મળશે. યુરોપની રીજનલ ક્વોલિફાયરની મેચ 6થી વધારી 15, જ્યારે આફ્રિકાની 17થી વધારી 28 થઈ છે. અમેરિકા રીજનમાં મેચની સંખ્યા 3થી વધારી 12 કરાઈ છે. આર્જેન્ટીનાની ટીમના મુખ્ય કોચ સિયાન કેલીએ કહ્યું કે, આ અત્યંત ઉત્સાહજનક છે. અમારે ત્યાં અનેક પ્રતિભાશાળી ખેલાડી છે.

cricket news womens world cup