આઇસીસીએ જાહેર કરી દાયકાની બેસ્ટ ટીમ

28 December, 2020 03:57 PM IST  |  Dubai | PTI

આઇસીસીએ જાહેર કરી દાયકાની બેસ્ટ ટીમ

ધોની અને વિરાટ કોહલી

ઇન્ટરનૅશનલન ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ગઈ કાલે દસકાના બેસ્ટ પ્લેયરની વાઇટ બૉલ અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. નોંધવા જેવી વાત એ છે કે વાઇટ બૉલ ટીમની કપ્તાની માટે મહેન્દ્ર સિંહ ધોનીને, જ્યારે ટેસ્ટ ક્રિકેટની કપ્તાની માટે વિરાટ કોહલીને પસંદ કરવામાં આવ્યો હતો.
વન-ડે અને ટી૨૦માં ભારતના અનુક્રમે ત્રણ અને ચાર પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ચાર પ્લેયર ઇંગ્લૅન્ડ ટીમના હતા.
દસકાની વન-ડે ટીમમાં ધોની ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્માને સ્થાન મળ્યું હતું. ટી૨૦માં આ ત્રણ ત્રિપુટી ઉપરાંત જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધવા જેવું છે કે દસકાના જાહેર કરવામાં આવેલા ક્રિકેટના દરેક ફૉર્મેટમાં સ્થાન મેળવનાર વિરાટ કોહલી એકમાત્ર પ્લેયર બન્યો છે. વર્ચ્યુઅલ માધ્યમે આજે આઇસીસીની અવૉર્ડ ઑફ ધ ડેકેડ સેરેમની યોજાશે, જેના એક દિવસ પહેલાં આ દસકાની ટીમ જાહેર કરવામાં આવી હતી.
આઇસીસીના અવૉર્ડમાં છેલ્લા દસકામાં સારું પર્ફોર્મ કરનાર પ્લેયરને પસંદ કરવા માટે પહેલી વાર લોકો પાસેથી વોટ મગાવવામાં આવ્યા હતા. વિશ્વભરના અંદાજે ૧૫ લાખ લોકોએ આ વોટિંગમાં ભાગ લીધો હતો. આ અવૉર્ડ પ્લેયર્સના ઑન-ફીલ્ડ પર્ફોર્મન્સ અને ઓછામાં ઓછી છેલ્લાં પાંચ વર્ષની એકંદર ઉપલબ્ધિને ધ્યાનમાં રાખીને અવૉર્ડ નૉમિનેશન કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે.
આઇસીસી મેલ ક્રિકેટર ઑફ ધ ડેકેડ, મેન્સ ટેસ્ટ ક્રિકેટર, મેન્સ ઓડીઆઇ ક્રિકેટર અને મેન્સ ટી૨૦ ક્રિકેટર ઑફ ધ ડેકેડ માટે વિરાટ કોહલીને નૉમિનેટ કરવામાં આવ્યો છે. વિમેન્સ ક્રિકેટમાં હરમનપ્રીત કૌર અને પૂનમ યાદવ ટી૨૦ ટીમમાં અને વન-ડે ટીમમાં મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામીનો સમાવેશ થયો હતો.

વન-ડે ટીમ
રોહિત શર્મા, ડેવિડ વૉર્નર, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ,
શાકિબ-અલ-હસન, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર, કૅપ્ટન), બેન સ્ટોક્સ, મિચેલ સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, ઇમરાન તાહિર, લસિથ મલિન્ગા
ટી૨૦ ટીમ
રોહિત શર્મા, ક્રિસ ગેઇલ, ઍરોન ફિન્ચ, વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, ગ્લેન મૅક્સવેલ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર, કૅપ્ટન), કિરોન પોલાર્ડ, રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિન્ગા
ટેસ્ટ ટીમ
એલિસ્ટર કુક, ડેવિડ વૉર્નર, કેન વિલિયમસન, વિરાટ કોહલી (કૅપ્ટન), સ્ટીવન સ્મિથ, કુમાર સંગાકારા (વિકેટકીપર), બેન સ્ટોક્સ, રવિચંદ્રન અશ્વિન, ડેલ સ્ટેન, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન

ms dhoni virat kohli cricket news