સચિનને કહી દો, થૅન્ક્ યુ વેરી મચ

17 December, 2012 03:09 AM IST  | 

સચિનને કહી દો, થૅન્ક્ યુ વેરી મચ



સિડની : ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન ઈયાન ચૅપલે અંગ્રેજી ‘મિડ-ડે’ની કૉલમમાં લખ્યું છે કે ‘ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડની જેમ ભારત પણ નવી ટીમ બનાવવાના પરિવર્તનકાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ ત્રણેય ટીમમાં સૌથી મોટો માથાનો દુખાવો ભારતને છે. ટીમ ઇન્ડિયાએ કૅપ્ટન્સીના ફેરફાર સાથે આ ફેરફારોની શરૂઆત કરવી જોઈએ અને પોતાના ચૅમ્પિયન બૅટ્સમૅનને માનભેર વિદાય આપી દેવી જોઈએ.’

ચૅપલે આ મુદ્દે સચિન તેન્ડુલકરના નામનો ખાસ ઉલ્લેખ કરતા લખ્યું હતું કે ‘નવેસરની ટીમ સિલેક્ટ કરવા માટે સિલેક્ટરોમાં હિંમતની જરૂર છે. ભારતીય ક્રિકેટમાં બાહોશી ભાગ્યે જ જોવા મળી છે. સચિન તેન્ડુલકર ટીમના પરિવર્તનની પ્રોસેસમાં સૌથી મોટો અવરોધ છે. સિલેક્ટરો તેને ડ્રૉપ કરશે કે નહીં એવો મુદ્દો હોવો જોઈએ, પરંતુ એના બદલે સચિન પોતે જ રમવાનું છોડશે કે નહીં એવી રાહ જોઈને બધા બેઠા છે. ટેસ્ટ-મૅચો જીતવા માટે આકરા નિર્ણયો લઈ શકે એવા આગેવાનની ભારતને જરૂર છે. ભારતને ભવ્ય યુગનું યોગદાન આપવા બદલ સચિનનો આભાર માની દો અને રોમાંચક ક્રિકેટ પૂરી પાડી શકે એવા નવા સફળ પ્લેયરોની નવી ટીમ બનાવો. ભારત પાસે બૅટિંગમાં બહુ ટૅલન્ટેડ પ્લેયરો તેમ જ સ્પિનરો છે, પરંતુ પેસબોલિંગ સૌથી મોટી ચિંતાનો વિષય છે.’