ચૅપલ કહે છે કે મેં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે કંઈ જ વાત નથી કરી

25 December, 2011 05:22 AM IST  | 

ચૅપલ કહે છે કે મેં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે કંઈ જ વાત નથી કરી



મેલબર્ન :
ચૅપલે ગઈ કાલે મેલબર્નથી પીટીઆઈને કહ્યું હતું કે ‘મેં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે કોઈ ચર્ચા કરી નથી અને આવનારા દિવસોમાં કરવાનો પણ નથી. હું ભારતીયોની નબળાઈઓ બતાવવા તેમની પાસે પહોંચી જઈશ એવો મિડિયામાં રિપોર્ટ કેવી રીતે ફૂટી નીકળ્યો એ જ મને નથી સમજાતું.’

ગાંગુલી પર થયા ખફા

ગ્રેગ ચૅપલ વિશેનો અહેવાલ રવિવારે બહાર આવ્યો ત્યાર બાદ સોમવારે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ તેમના વિશે જે કૉમેન્ટ્સ કરી હતી એ બાબતમાં ચૅપલ ગઈ કાલે તેના પર ખફા હતા. ગાંગુલીએ સોમવારે કલકત્તાથી પત્રકારોને એવું કહ્યું હતું કે ‘ગ્રેગ ચૅપલ ક્રિકેટ-કોચ તરીકે એટલા બધા નબળા છે કે જેના કારણે તેમણે તેમના જ દેશમાં અનેક હોદ્દા ગુમાવ્યા છે. આના પરથી જ સાબિત થાય છે કે તેમનામાં જ કંઈક ખામી છે. જે વ્યક્તિ એકની એક ભૂલ વારંવાર કરે તે પાગલ જ કહેવાય. કોચિંગ આપવાની તેમની ઑસ્ટ્રેલિયન મનોવૃત્તિ ભારતમાં તો શું ઑસ્ટ્રેલિયામાં પણ સફળ નથી નીવડી. ૨૦૦૪માં મેં તેમને ભારતમાં કોચનો હોદ્દો અપાવીને બહુ મોટી ભૂલ કરી હતી.’