લારાનો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડવા મને હજી તક મળશે : ડેવિડ વૉર્નર

05 December, 2019 12:06 PM IST  |  Adilade

લારાનો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડવા મને હજી તક મળશે : ડેવિડ વૉર્નર

લારા અને વૉર્નર

પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં ઑસ્ટ્રેલિયન પ્લેયર ડેવિડ વૉર્નરે શાનદાર નૉટઆઉટ ૩૩૫ રનની પારી રમી ઇતિહાસ સરજ્યો હતો. જોકે તે ૪૦૦ રનનો બ્રાયન લારાનો રેકૉર્ડ નહોતો તોડી શક્યો. તાજેતરમાં જ બ્રાયન લારા અને ડેવિડ વૉર્નર મળ્યા હતા. આ વાતની જાણ વૉર્નરે પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. લારા સાથેનો પોતાનો ફોટો શૅર કરી વૉર્નરે કહ્યું હતું કે ‘એક મોટા લેજન્ડને મળીને ઘણું સારું લાગ્યું. કદાચ મને લારાનો ૪૦૦ રનનો રેકૉર્ડ તોડવા અનેક તક મળશે.’
વૉર્નર ૩૩૫ રનની પારી રમી ત્યારે લારા એક કમર્શિયલ કામકાજને લીધે ઍડિલેડમાં હતો. લારા પોતાનો રેકૉર્ડ તૂટે એની રાહ જોઈ રહ્યો હતો અને વૉર્નરને શુભેચ્છા આપવાની તૈયારી પણ કરી રહ્યો હતો. લારાએ ૧૯૯૪માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ૩૭૫ રન ફટકારીને ટેસ્ટમાં હાઇએસ્ટ વ્યક્તિગત ઇનિંગનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. હવે ૪૦૦ રનનો રેકૉર્ડ પણ તેના નામે જ છે.

david warner brian lara