મારા સિલેક્શનથી મને જ નવાઈ લાગી : એરોન

23 November, 2011 09:24 AM IST  | 

મારા સિલેક્શનથી મને જ નવાઈ લાગી : એરોન

 

ભારતના ફાસ્ટેસ્ટ બોલર મનાતા વરુણ ઍરોનને ગઈ કાલે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમૅચ (નીઓ ક્રિકેટ પર સવારે ૯.૩૦)થી ટેસ્ટક્રિકેટમાં કરીઅર શરૂ કરવાનો સુવર્ણ મોકો મળ્યો એ વિશે ખુદ તેણે આશ્ચર્યવ્યક્ત કર્યું હતું.

ઍરોનને તેના મિત્ર ઉમેશ યાદવને બદલે લેવામાં આવ્યો હતો. એ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું હતું કે ‘ખુદ મને પણ નવાઈ લાગી છે. ઉમેશ સિરીઝમાં પહેલી બે ટેસ્ટ રમ્યો હતો એટલે હું એવું માનતો હતો કે આ મૅચમાં પણ તેને જ લેવામાં આવશે. જોકે મને લાગે છે કે તે ફાસ્ટ બોલર હોવાથી તેને થોડા આરામની જરૂર હશે એટલે તેને વેસ્ટ ઇન્ડીઝ સામેની આગામી વન-ડે સિરીઝ પહેલાં રેસ્ટ આપવા ટીમ-મૅનેજમેન્ટે મને રમવાની તક આપી છે.’

ઍરોનને આ મૅચથી ટેસ્ટકરીઅર શરૂ કરવા મળશે એની તેને સોમવારે રાત્રે જ ખબર પડી હતી.

ઍરોને ત્રણ કરીઅર વાનખેડેથી શરૂ કરી

ગઈ કાલે ઍરોનને ૧૬ ઓવરમાં ૪૭ રનના ખર્ચે એકેય વિકેટ નહોતી મળી. તેણે ૨૩ ઑક્ટોબરે ઇંગ્લૅન્ડ સામેની મૅચથી વન-ડેની કરીઅર પણ વાનખેડેમાં જ શરૂ કરી હતી જેમાં તેણે ૨૪ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. ઍરોને પ્રથમ અન્ડર-૧૯ મૅચ પછી વાનખેડેમાં જ રમ્યો હતો.