ગર્વની વાત છે કે રાહુલ દ્રવિડે મને ટીમ માટે રમવાનું કહ્યું હતું: સંજુ

07 May, 2020 02:18 PM IST  |  New Delhi | Agencies

ગર્વની વાત છે કે રાહુલ દ્રવિડે મને ટીમ માટે રમવાનું કહ્યું હતું: સંજુ

સંજુ સૅમસન

ઇન્ડિયન ક્રિકેટ ટીમના પ્લેયર સંજુ સૅમસને આઇપીએલ અને રાહુલ દ્રવિડ સાથે જોડાયેલી વાતને સોશ્યલ મીડિયા પર કરી હતી. તેણે જ્યારે આઇપીએલમાં રાજસ્થાન રૉયલ માટે રમવાનું શરૂ કર્યું હતું એ જ વર્ષે એમાં રાહુલ દ્રવિડનું છેલ્લું વર્ષ હતું. આ વિશે વાત કરતાં સંજુ સૅમસને કહ્યું કે ‘રાહુલભાઈ અને ઝુબીન ભરૂચા ટીમના કર્તાહર્તા હતા. હું એ વખતે ઘણું સારું રમ્યો હતો અને બીજા દિવસના અંતે રાહુલભાઈ મારી પાસે આવ્યા અને તેમણે મને કહ્યું કે શું તું મારી ટીમ જૉઇન કરીશ? મારા માટે જાણે સપનું સાચું થયું હતું કે રાહુલભાઈ પોતે મારી પાસે આવ્યા અને તેમણે મને પોતાની ટીમમાં રમવા માટેનું આમંત્રણ આપ્યું. આઇપીએલમાં શરૂઆતમાં હું મારી છ ગેમ નહોતો રમ્યો એટલે શેન વોટસન, બ્રેડ હોગ જેવા પ્લેયર સાથે હું વાતચીત કરતો રહેતો હતો. આજે પણ જો હું તેમને મદદ માટે ફોન કરું તો તેઓ મને મદદ કરવા માટે તૈયાર છે.’

સ્ટીવન સ્મિથના નિકનેમનો રાઝ જણાવ્યો સંજુ સૅમસને

એક નિકનેમ છે જેના પરથી સંજુ સૅમસને તાજેતરમાં રાઝ ખુલ્લો મૂક્યો હતો. સ્મિથનું નિકનેમ ચાચુ છે અને આ નામ કેવી રીતે પડ્યું એ વિશે વાત કરતાં સૅમસને કહ્યું કે ‘સ્મિથને ચાચુ કહેવાની શરૂઆત બ્રેડ હોગે કરી હતી. તેના ગયા બાદ હું સ્મિથને ચાચુ કહીને બોલાવતો હતો અને તે પણ મને એ જ નામે બોલાવતો હતો. સ્મિથ સાથે મારા સંબંધો ઘણા સારા છે. તે ક્રિકેટ જગતમાં એક સારું મગજ લઈને રમનારો પ્લેયર છે. ક્રિકેટની વાત આવે તો હું જોસ બટલરને બહુ બારીકાઈથી ઑબ્ઝર્વ કરું છું. તે ગ્રાઉન્ડમાં હંમેશાં પોતાની વિકેટકીપિંગ, બૅટિંગ પર ઘણું કામ કરતો હોય છે.’

cricket news sports news