હું પ્રેગ્નન્ટ થઈ ગઈ કે શું? : મારિયા શારાપોવા

29 August, 2012 04:49 AM IST  | 

હું પ્રેગ્નન્ટ થઈ ગઈ કે શું? : મારિયા શારાપોવા

આઇએએનએસ

મૉસ્કો, તા. ૨૯

રશિયાની ટેનિસક્વીન મારિયા શારાપોવાએ ગઈ કાલે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ઑલિમ્પિક્સ પછી મેં પેટની બીમારીને કારણે કૅનેડિયન ઓપન ટુર્નામેન્ટમાં રમવાનું ટાળ્યું હતું. પેટનો દુખાવો અસહ્ય થઈ જતાં હું ડૉક્ટરને મળી અને તેમણે મને સામાન્ય રીતે ગર્ભવતી મહિલા પાસે કરાવવામાં આવે એવી ટેસ્ટ અને અને અલ્ટ્રાસાઉન્ડ સ્કૅન કરાવવાનું કહ્યું એટલે હું તો ગભરાઈ જ ગઈ હતી. જોકે ડૉક્ટરે મને શાંત પાડી હતી અને રિપોર્ટ જોઈને કહ્યું કે તારી તબિયત એકદમ સારી છે, તું પ્રેગ્નન્ટ નથી.’

શારાપોવાએ થોડા મહિના પહેલાં સ્લોવેકિયાના બાસ્કેટબૉલ પ્લેયર સશા વુજિસીક સાથે સગાઈ કરી હતી. જોકે બન્નેએ હજી લગ્નની તારીખ જાહેર નથી કરી.