સારા પ્લેયર બનવા માટે મ્યુઝિકની પસંદગીમાં ફેરફાર કર્યા : ધવન

19 April, 2020 10:55 AM IST  |  New Delhi | Agencies

સારા પ્લેયર બનવા માટે મ્યુઝિકની પસંદગીમાં ફેરફાર કર્યા : ધવન

શિખર ધવન

ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનર શિખર ધવન પોતાની બૅટિંગ સ્ટાઇલ માટે ગબ્બરના નામથી પ્રખ્યાત છે. તે પોતાના આક્રમક શૉટ માટે પણ ઘણો જાણીતો છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર ઇન્ડિયન લાઇફસ્ટાઇલ કોચ અને મોટિવેશનલ સ્પીકર ગુરુ ગોપાલદાસ સાથે વાત કરતાં ધવને કહ્યું કે તેણે છેલ્લા કેટલાક સમયથી પોતાનો મ્યુઝિક પ્રત્યેનો ફ્લેવર બદલી દીધો છે. આ વિશે વધુ જણાવતાં શિખરે કહ્યું કે ‘અમને નેગેટિવ કમેન્ટ મળે છે, પણ હું એ કમેન્ટ વાંચતો નથી. હું પહેલા પંજાબી આક્રમક સૉન્ગ્સ સાંભળતો હતો જેને લીધે મારી બૅટિંગ પણ આક્રમક બનતી હતી. હવે હું એવાં ગીત નથી સાંભળતો અને વધારે શાંત રહેવાનો પ્રયાસ કરું છું. મારા પર એ ગીતોએ ઘણી ઊંડી અસર કરી છે. બહારનો અવાજ તમને અસર ન કરે એ ઘણું મહત્ત્વનું છે. મને યાદ છે હું આઇપીએલમાં એક વખત વગર ખાતુ ખોલે આઉટ થયો હતો. હું જ્યારે પૅવિલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે મેં મારી જાતને પૂછ્યું કે મને શું થઈ ગયું છે અને ત્યાર બાદ મેં મારી જાતની સમીક્ષા કરવાની શરૂ કરી અને થોડા જ દિવસોમાં મને મારી ભૂલ સમજાઈ ગઈ. જો હું ભૂલ ન સુધારત તો એ બીજા દિવસે પણ રિપીટ થાત. મને યાદ છે બીજી મૅચમાં મેં ૯૭ રન બનાવ્યા હતા. જોકે હવે હું પહેલાં જેટલા નથી બનાવી શકતો, પણ મારી એનર્જી આજે પણ દરેક તબક્કામાં પૉઝિટિવ છે. પોતાના અહંકારને મારવો ઘણો જરૂરી છે અને એમ કરવામાં મને જરા પણ શરમ નથી.’

shikhar dhawan cricket news sports news