કૅપ્ટન્સીના મામલે આફ્રિદીએ ફેરવી તોળ્યું, મિસ્બાહને આપ્યું પૂર્ણ સમર્થન

16 October, 2014 06:05 AM IST  | 

કૅપ્ટન્સીના મામલે આફ્રિદીએ ફેરવી તોળ્યું, મિસ્બાહને આપ્યું પૂર્ણ સમર્થન



મેં હંમેશાં તેને પૂરું સમર્થન આપ્યું છે. તેની કૅપ્ટન્સી હેઠળ મેં તેમ જ મારી કૅપ્ટન્સી હેઠળ તેણે હંમેશાં મને પૂરતો સહકાર આપ્યો છે. વળી મેં ઘણી વખત પાકિસ્તાનના કૅપ્ટન તરીકેની જવાબદારી સંભાળી છે. આ એક કાંટાળો તાજ છે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું તેમ જ ફરીથી કહેવા માગું છું. મિસ્બાહને પૂરતો સહકાર આપતો રહીશ. આ મામલે આ મારું છેલ્લું સ્ટેટમેન્ટ છે.’

ત્રીજી વન-ડે બાદ પત્રકાર-પરિષદમાં શાહિદ આફ્રિદીના નિવેદનને કારણે એવો વિવાદ ઊભો થયો હતો કે ખરાબ ફૉર્મને કારણે મિસ્બાહ-ઉલ-હકને ટીમ-મૅનેજમેન્ટ દ્વારા મૅચમાં રમવાની ના પાડવામાં આવી હતી.