હાફ સેન્ચુરીને કારણે હું ફૉર્મમાં આવી ગયો છું : વિરાટ કોહલી

17 October, 2014 06:41 AM IST  | 

હાફ સેન્ચુરીને કારણે હું ફૉર્મમાં આવી ગયો છું : વિરાટ કોહલી


દિલ્હીમાં રમાયેલી બીજી વન-ડે મૅચમાં ૬૨ રન કરનારા વિરાટ કોહલીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘છેલ્લી કેટલીક મૅચોમાં સારું પર્ફોર્મ ન કરવાને કારણે મને ફરક નહોતો પડતો, કારણ કે મને ફૉર્મમાં આવવા માટે એક સારી ઇનિંગ્સની જરૂર હતી જે મને બીજી વન-ડેમાં મળી. આ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારી હોવાને કારણે હું પાછો મારા ફૉર્મમાં આવી ગયો છું. વળી મારા પર્ફોર્મન્સ બાબતે ટિપ્પણી કરનારાઓને એ જણાવી દઉં કે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં દરેક પ્રકારની ફૉર્મે‍ટમાં મેં સારું પર્ફોર્મ કર્યું છે.’