કલકત્તામાં ISLની શરૂઆતથી ઇન્ડિયન ફૂટબૉલ માટે નવા યુગનો આરંભ

12 October, 2014 05:29 AM IST  | 

કલકત્તામાં ISLની શરૂઆતથી ઇન્ડિયન ફૂટબૉલ માટે નવા યુગનો આરંભ




ભારતમાં ૧.૨ અબજ લોકોની વસ્તી હોવા છતાં ફૂટબૉલમાં ઇન્ટરનૅશનલ સ્તરે ભારતનો ક્રમાંક ૧૫૮મો છે. જોકે ફૂટબૉલ વર્લ્ડ કપ વિનરો, બૉલીવુડના સ્ટાર, ક્રિકેટરો અને કૉર્પોરેટ જગતના લોકો ISL સાથે સંકળાયેલા છે. આપણા દેશમાં ક્રિકેટનો જુવાળ લોકોના દિલોદિમાગ પર છવાયેલો છે ત્યારે આ ટુર્નામેન્ટ દ્વારા લોકોમાં ફૂટબૉલ પ્રતિ પણ રસ જાગશે એવી આશા છે.

સૌરવ ગાંગુલીનો નિરાશાવાદી સૂર

ISLની ઍટ્લેટિકો ડી કોલકાતાના કો-ઓનર અને ક્રિકેટ-ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારતમાં ક્રિકેટ સિવાય બીજી કોઈ ગેમનું ભવિષ્ય ઉજ્જ્વળ નથી. તેણે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે અમારી ટીમ બ્રેક-ઈવન કરશે કે નહીં. નજીકના ભવિષ્યમાં આ શક્ય નથી. ભારતમાં ક્રિકેટ સિવાય બીજી રમતનું ભવિષ્ય દેખાતું નથી.’