ફિલિપ હ્યુઝના પરિવારજનો કહે છે કે... અમે ઍબૉટને ગળે મળીને કહીશું કે બધું બરાબર છે

03 December, 2014 06:14 AM IST  | 

ફિલિપ હ્યુઝના પરિવારજનો કહે છે કે... અમે ઍબૉટને ગળે મળીને કહીશું કે બધું બરાબર છે




ફિલિપ હ્યુઝના આકસ્મિક નિધનથી દુખી થયેલા તેના પરિવારે કહ્યું છે કે અમે અત્યારે ફાસ્ટ બોલર શા: ઍબૉટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ અને અમે તેને ગળે મળીને કહીશું કે બધું બરાબર છે. પુત્રના આકસ્મિક નિધનથી આઘાત પામેલા પરિવારના સભ્યો શા: ઍબૉટને સાંત્વન આપવા માગે છે જેથી તેનું દુ:ખ હળવું થઈ શકે. ફિલના પરિવારના એક સભ્યે કહ્યું હતું કે ‘અમે તેને કહેવા માગીએ છીએ કે આ એક અકસ્માત હતો. એ માટે શા: ઍબૉટ કાંઈ કરી શકે એમ નથી. કોઈ પણ વ્યક્તિએ તેના પર આરોપ ન મૂકવો જોઈએ. અમે તેને ભેટીશું અને કહીશું કે બધું બરાબર છે.’ પરિવારના સભ્યોના મતે તેમને આશા કરતાં પણ વધુ સાંત્વન સમગ્ર વિશ્વભરમાંથી મળી રહ્યું છે. મૅક્સવિલમાંના ઘણા યુવકોએ ફિલિપ હ્યુઝને શ્રદ્ધાંજલિ આપવા તેમના પોતાના ક્રિકેટ-શર્ટ પર ભ્ણ્ ૬૩ ઁદ્દ uદ્દ  લખાણ ચીતરાવ્યું છે. સોમવારથી મૅક્સવિલમાં જ રહેલા માઇકલ ક્લાર્કે શહેરના લોકોએ આપેલા સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે. ગઈ કાલથી જ શહેરનાં ઘણાં બિલ્ડિંગો પર ફિલને અંતિમ વિદાય આપતાં પોસ્ટર્સ પણ લગાડ્યાં છે.