હાફ સેન્ચુરી વગરના હૂડાની પ્રથમ સેન્ચુરી

29 June, 2022 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે વીસ ઓવરમાં સાત વિકેટે ૨૨૫રન બનાવ્યા હતા

હાફ સેન્ચુરી વગરના હૂડાની પ્રથમ સેન્ચુરી

૨૭ વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર દીપક હૂડા ગઈ કાલ પહેલાં ૬ ઇન્ટરનૅશનલ મૅચ (બે વન-ડે, ચાર ટી૨૦) રમ્યો હતો જેમાં તે એક પણ હાફ સેન્ચુરી નહોતો કરી શક્યો અને એમાં અનુક્રમે ૨૯ અને અણનમ ૪૭ તેના હાઇએસ્ટ સ્કોર હતા, પણ ગઈ કાલે આયરલૅન્ડ સામે વધુ એક મૅચમાં રમવાની તક મળતાં તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સેન્ચુરી (૧૦૪ રન, ૫૭ બૉલ, છ સિક્સર, નવ ફોર) ફટકારી હતી. તે ટી૨૦માં સદી ફટકારનારો ચોથો ભારતીય છે.
ભારતે વીસ ઓવરમાં સાત વિકેટે ૨૨૫રન બનાવ્યા હતા. રોહતકમાં જન્મેલા હૂડાની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ૯ સેન્ચુરી છે. ગઈ કાલે હૂડાને ઓપનર સંજુ સૅમસન (૭૭ રન, ૪૨ બૉલ, ચાર સિક્સર, નવ ફોર)નો બહુ સારો સાથ મળ્યો હતો. બીજો ઓપનર ઈશાન કિશન (૩ રન) વહેલો આઉટ થયા બાદ હૂડા-સૅમસન વચ્ચે બીજી વિકેટ માટે ૧૭૬ રનની વિક્રમજનક બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ટી૨૦માં ભારતની આ હાઇએસ્ટ પાર્ટનરશિપ છે. તેમણે રાહુલ અને રોહિત વચ્ચેની ૧૬૫ રનની ભાગીદારીનો ભારતીય વિક્રમ તોડ્યો છે.

sports news cricket news