બેલ્જિયમે પહેલી વાર જીત્યો હૉકી વર્લ્ડ કપ

17 December, 2018 12:05 PM IST  | 

બેલ્જિયમે પહેલી વાર જીત્યો હૉકી વર્લ્ડ કપ

વર્લ્ડ કપ જીત્યા બાદ બેલ્જિયમની ટીમ

ગઈ કાલે ભુવનેશ્વરના કલિન્ગા સ્ટેડિયમમાં રમાયેલી હૉકી વર્લ્ડ કપની ફાઇનલમાં બેલ્જિયમે ભૂતપૂર્વ ચૅમ્પિયન નેધરલૅન્ડ્સને હરાવીને પહેલી વખત વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં એક પણ ગોલ ન થતાં પેનલ્ટી શૂટઆઉટમાં બેલ્જિયમે નેધરલૅન્ડ્સને ૩-૨થી હરાવ્યું હતું. બેલ્જિયમ હૉકી માટે આ એક ઐતિહાસિક દિવસ હતો, કારણ કે ૨૦૧૬ રિયો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ બાદ બેલ્જિયમે પહેલી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. બીજી તરફ નેધરલૅન્ડ્સ ચાર વખત વર્લ્ડ કપ જીતવાના પાકિસ્તાનના રેકૉર્ડની સરખામણી કરી શક્યું નહોતું. ચાર વર્ષ પહેલાં પણ નેધરલૅન્ડ્સ આ જ સ્પર્ધામાં રનર્સ-અપ રહ્યું હતું. નેધરલૅન્ડ્સ છેલ્લે ૧૯૯૮માં વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ ઇંગ્લૅન્ડને ૮-૧થી હરાવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

hockey sports news