05 March, 2026 02:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણજી ચૅમ્પિયન ટીમે BCCI હેડક્વૉર્ટરની મુલાકાત લીધી
પહેલી વખત રણજી ટ્રોફી ચૅમ્પિયન બનેલા જમ્મુ ઍન્ડ કાશ્મીરના ખેલાડીઓને પોતાના ઘરે ફૅમિલી અને પરિવારના સભ્યો તરફથી ગ્રૅન્ડ વેલકમ મળ્યું હતું. જોકે ઘરવાપસી પહેલાં આ ટીમના પ્લેયર્સ અને કોચિંગ-સ્ટાફે ક્રિકેટ બોર્ડના મુંબઈ સ્થિત હેડક્વૉર્ટરની મુલાકાત લીધી હતી. ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ મિથુન મન્હાસે ભારતે જીતેલી આઇકૉનિક વર્લ્ડ કપ ટ્રોફી દેખાડવા સહિત હેડક્વૉર્ટરની ટૂર કરાવી હતી. ૪૬ વર્ષના મિથુન મન્હાસનો જન્મ જમ્મુ ઍન્ડ કાશ્મીરમાં જ થયો હતો અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે આ રાજ્યના ક્રિકેટના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે જમ્મુ ઍન્ડ કાશ્મીર અસોસિએશનની દેખરેખ માટે ક્રિકેટ બોર્ડ દ્વારા નિયુક્ત કમિટીનો પ્રમુખ હતો.