ઉથપ્પાને IPLમાં બેસ્ટ ઇન્ડિયન બૅટ્સમૅન બનવાની તક

27 May, 2014 07:00 AM IST  | 

ઉથપ્પાને IPLમાં બેસ્ટ ઇન્ડિયન બૅટ્સમૅન બનવાની તક


મિડલ ઑર્ડરમાં સાધારણ શરૂઆત કર્યા બાદ ઓપનિંગમાં ચાન્સ મળતાં ખીલેલા ઉથપ્પાએ સતત ૯ મૅચમાં ૪૦ પ્લસનો સ્કોર ફટકારીને નવો રેકૉર્ડ બનાવી નાખ્યો હતો અને ટીમને ટૉપ ટુમાં પહોંચાડી દીધી હતી. આ સીઝનમાં ઉથપ્પાએ ૧૪ ઇનિંગ્સમાં ૪૭.૧૫ની ઍવરેજ સાથે કુલ ૬૧૩ રન બનાવી લીધા છે. એક જ સીઝનમાં સૌથી વધુ રન ફટકારવાનો ભારતીય બૅટ્સમેનનો રેકૉર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે ગઈ સીઝનમાં ૧૬ મૅચમાં કુલ ૬૩૪ રન ફટકાર્યા હતાં. બીજા નંબરે ૨૦૦૯-૧૦માં સચિન તેન્ડુલકરના ૬૧૮ રન છે. વિરાટના રેકૉર્ડથી ઉથપ્પા ફક્ત ૨૧ રન જ દૂર છે અને કલકત્તાની હજી ઓછામાં ઓછી બે અને વધુમાં વધુ ત્રણ મૅચ બાકી છે એટલે એ રેકોર્ડ તેના નામે કરી લેવાની અમૂલ્ય તક છે. ઓવરઑલ એક સીઝનમાં સૌથી વધુ ૭૩૩ રનનો રેકૉર્ડ ક્રિસ ગેઇલ અને માઇક હસીના નામે છે. ગેઇલે ૨૦૧૨માં અને હસીએ ગઈ સીઝનમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. એ રેકૉર્ડથી જોકે ઉથપ્પા ૧૨૦ રન દૂર છે.