ધોનીના વિરોધી ગૌતમ ગંભીરે તેના સપોર્ટમાં કહી આ વાત...

06 November, 2020 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધોનીના વિરોધી ગૌતમ ગંભીરે તેના સપોર્ટમાં કહી આ વાત...

ફાઈલ ફોટો

કૅપ્ટન કુલ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ ઇન્ડિયન ક્રિકેટ આગામી વિકેટકીપર (Wicket Keeper) બેટ્સમેનની શોધ કરી રહી છે. ધોનીનું રિપ્લેસમેન્ટ શોધવું સરળ નથી. યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો.

ઋષભ પંતે શરુઆતની મેચોમાં પોતાનો દાવો મજબૂત કર્યો. જોકે સમયની સાથે સાથે તેની રમત, ખાસ કરીને શૉટ સિલેક્શન પર હંમેશા પ્રશ્નાર્થ રહ્યો. લીમીટેડ ઑવરમાં તેના સ્થાન પર કેએલ રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે પહેલી પસંદ બની ગયો, તો ટેસ્ટમાં તેણે રિદ્ધિમાન સાહાથી પોતાનું સ્થાન ગુમાવ્યું છે. ભારતીય ટીમનો પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર માને છે કે પંતે આગામી મહેન્દ્ર સિંહ ધોની બનવાની વાત ના વિચારવી જોઇએ. તેમણે કહ્યું કે, કોઈપણ બીજો મહેન્દ્ર સિંહ ધોની ના બની શકે.

ગંભીરે ઉમેર્યું કે, “કોઈપણ મહેન્દ્ર સિંહ ધોની ના બની શકે. સૌથી પહેલા તમારે ઋષભ પંતને મહેન્દ્ર સિંહ ધોની કહેવાનું બંધ કરી દેવું જોઇએ. મીડિયાએ આ ના કરવું જોઇએ. જેટલું મીડિયા આ વિશે વાત કરે છે એટલું ઋષભ પંત આ વિશે વિચારવાનું શરૂ કરી દે છે. તે ક્યારેય મહેન્દ્ર સિંહ ધોની ના બની શકે. તેણે ઋષભ પંત જ રહેવું પડશે.વાત જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છગ્ગા લગાવવાની હતી તો મહેન્દ્ર સિંહ ધોનીની પાસે ઘણી રેન્જ હતી.”

ગંભીરે ઉમેર્યું કે, “જ્યાં સુધી ઋષભ પંતની વાત છે તો તે ફક્ત મોટા છગ્ગા લગાવી રહ્યો હતો. લોકોએ તેની તુલના ધોની સાથે કરવાનું શરૂ કરી દીધું. ઋષભ પંતે ઘણા સુધારાની જરૂર છે. ખાસ કરીને વિકેટકીપિંગને લઇને. આ સાથે તેણે બેટિંગ પર પણ કામ કરવું જોઇએ.”

cricket news gautam gambhir mahendra singh dhoni Rishabh Pant