ભારતની આ કંપની ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ડિજિટલ સેવાઓ આપશે

19 June, 2019 08:20 PM IST  |  Mumbai

ભારતની આ કંપની ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને ડિજિટલ સેવાઓ આપશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા

Mumbai : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ (CA) ને હવે ભારતની આઇટી કંપની એચસીએસ ટેક ડિજિટલ સર્વિસ પુરી પાડશે. આ અંગેની માહિતી HCL એ બુધવારે આપી હતી. જોકે હજુ સુધી આ ડીલની રકમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એચસીએલની ઉચ્ચ સ્તરીય ટેકનીક દ્વારા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેના ખેલાડીઓ, કર્મચારીઓ અને દર્શકોના ડિજિટલ એક્સપિરિયન્સને સારો બનાવશે.


HCL ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે ડિજિટલ સિસ્ટમ બનાવશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે એચસીએલ ડિજિટલ કોર સિસ્ટમ બનાવશે. ડિજિટલ પ્રોડક્ટ્સ જેમ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા લાઈવ એપ, ક્રિકેટ ડોટ કો ડોટ ઈયુ, બિગબેશ ડોટ કોમ ડોટ ઈયુ અને કમ્યુનિટી ક્રિકેટ એપને પણ મેનેજ કરશે.


ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં 20 લાખ લોકો ક્રિકેટ જોવા ગયા હતા

એક આકડા મુજબ ગત વર્ષે 2018-19માં 20 લાખથી વધુ લોકો ક્રિકેટ જોવા માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા. આમ જોઇએ તો ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ચાહકોની સંખ્યા ધણી વધારે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઓનલાઈન પ્લેટફોર્મ પર વિશ્વભરમાંથી વાર્ષિક 2 કરોડ યુઝર વધી રહ્યાં છે. વિશ્વભરમાં ક્રિકેટના પ્રશસકોની સંખ્યા 250 કરોડ છે.


આ પણ વાંચો : World Cup 2019:પાક. સામે જીત બાદ કોહલીને ગિફ્ટ આપવા પહોંચી અનુષ્કા

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં એચસીએલના એક્ઝીક્યુટિવ વાઈસ પ્રેસિડન્ટ અને કન્ટ્રી મેનેજર માઈકલ હોર્ટનનું કહેવું છે કે તેમની કંપની આજના ડિજિટલ વર્લ્ડમાં ફેન્સનો રસ જાળવી રાખવાને મહત્વ આપે છે.