સચિનને અવૉર્ડ ન આપવો જોઈએ : હેડન

20 October, 2012 06:48 AM IST  | 

સચિનને અવૉર્ડ ન આપવો જોઈએ : હેડન



સચિન ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયાની મેમ્બરશિપ મેળવનાર ભૂતપૂર્વ ઍટર્ની-જનરલ સોલી સોરાબજી પછીનો બીજો ભારતીય બનશે. જોકે ઑસ્ટ્રેલિયા સાથેના રાજદ્વારી સંબંધો મજબૂત કરવામાં યોગદાન આપી ચૂકેલા વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટરો ગૅરી સોબર્સ, ક્લાઇવ લૉઇડ અને બ્રાયન લારા પણ આ પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે.

હેડને ગઈ કાલે મેલબર્નમાં એક રેડિયો શો પર કહ્યું હતું કે ‘ઑર્ડર ઑફ ઑસ્ટ્રેલિયા અવૉર્ડ ઑસ્ટ્રેલિયન નાગરિક હોય એવી જ વ્યક્તિને મળવો જોઈએ. સચિન ઑસ્ટ્રેલિયામાં રહેતો હોત અને તો વડાં પ્રધાને તેને આ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હોત તો કાંઈ ખોટું ન કહેવાત, પરંતુ સચિન ભારતમાં રહે છે અને તેને ઑસ્ટ્રેલિયાનો પુરસ્કાર આપવો એ મારી દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય.’