અમલાને ૧૫૦ રન પહેલાં મળ્યાં ૪ ચાન્સ સાઉથ આફ્રિકા ત્રણેય ફૉર્મેટમાં નંબર વન

30 August, 2012 05:56 AM IST  | 

અમલાને ૧૫૦ રન પહેલાં મળ્યાં ૪ ચાન્સ સાઉથ આફ્રિકા ત્રણેય ફૉર્મેટમાં નંબર વન

વેસ્ટ એન્ડ (સધમ્પ્ટન): સાઉથ આફ્રિકાએ મંગળવારે ઇંગ્લૅન્ડને સિરીઝની બીજી વન-ડેમાં ૮૦ રનથી પરાજય આપીને પાંચ મૅચવાળી સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. હાશિમ અમલા (૧૫૦ રન, ૧૨૫ બૉલ, ૧૬ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તેને સેન્ચુરી પહેલાં ચાર જીવતદાન મળ્યાં હતા.

સાઉથ આફ્રિકા ત્રણેય ફૉર્મેટના રૅન્કિંગ્સમાં નંબર વન થનારી પ્રથમ ટીમ છે. એણે પહેલાં વ્૨૦માં અને ત્યાર પછી ટેસ્ટમાં મોખરાની રૅન્ક મેળવી હતી અને મંગળવારની મૅચ જીતીને વન-ડેમાં પણ અવ્વલ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકાએ ૫૦ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૭ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લૅન્ડ ૪૦.૪ ઓવરમાં ૨૦૭ રનના ટોટલ પર ઑલઆઉટ થઈ ગયું હતું. ઇયાન બેલ (૪૫ રન, ૪૧ બૉલ, પાંચ ફોર) અને સમિત પટેલ (૪૫ રન, ૫૧ બૉલ, બે સિક્સર અને ત્રણ ફોર) સિવાય બીજો કોઈ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. બેલના માત્ર ચાર રન હતા ત્યારે લૉન્વેબો ત્સોત્સોબેના બૉલમાં એ. બી. ડિવિલિયર્સે તેનો કૅચ છોડ્યો હતો.

સાઉથ આફ્રિકન બોલરોમાં મૉર્ની મૉર્કલ, વેઇન પાર્નેલ અને રૉબિન પીટરસને બે-બે વિકેટ લીધી હતી.

૧થી ૯૨ રન સુધીમાં અમલાને ચાર જીવતદાન

હાશિમ અમલાએ મંગળવારે ૧૦મી વન-ડે સેન્ચુરી ફટકારી ત્યાં સુધીમાં તેને ચાર જીવતદાન મળી ચૂક્યા હતા : અમલા ૧ રન પર હતો ત્યારે સમિત પટેલ તેને રનઆઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો. તે ૪૨ રન પર હતો ત્યારે સમિત પટેલના બૉલમાં વિકેટકીપર ક્રેગ કિઝવેટરે તેનો કૅચ છોડ્યો હતો. તે ૬૨ રને હતો ત્યારે જેમ્સ ઍન્ડરસને તેને રન્ાઆઉટ કરવાની તક ગુમાવી હતી અને ત્યાર બાદ તે ૯૨ રન પર હતો ત્યારે કિઝવેટરે તેનો કૅચ છોડ્યો હતો.

અમલાના ૩૦૦૦ રન રિચર્ડ્સથી પણ ફાસ્ટ

હાશિમ અમલાએ મંગળવારે ૫૭મી વન-ડેમાં ૩૦૦૦ રનનો આંકડો હાંસલ કયોર્ હતો. તેણે ઑલ-ટાઇમ

ગ્રેટ બૅટ્સમેનોમાં ગણાતા વિવિયસ રિચર્ડ્સને પાછળ રાખી દીધા છે. રિચર્ડ્સે ૩૦૦૦ રન ૬૯મી વન-ડેમાં પૂરા કર્યા હતા.