હાશિમ અમલા અને સ્ટિઆન વૅન ઝીલે બનાવ્યો કૅરિબિયન સામે તોતિંગ સ્કોર

19 December, 2014 07:06 AM IST  | 

હાશિમ અમલા અને સ્ટિઆન વૅન ઝીલે બનાવ્યો કૅરિબિયન સામે તોતિંગ સ્કોર




કૅપ્ટન હાશિમ અમલાની ત્રીજી ડબલ સેન્ચુરી તેમ જ પોતાની પહેલી જ મૅચમાં સ્ટિઆન વૅન ઝીલે ફટકારેલી સેન્ચુરીને કારણે સાઉથ આફ્રિકાએ સેન્ચુરિયનમાં રમાતી વેસ્ટ ઇન્ડીઝ સામેની પહેલી ટેસ્ટના બીજા દિવસે પાંચ વિકેટે ૫૫૨ રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો. જોકે ટી-બ્રેક બાદ વરસાદ પડતાં વેસ્ટ ઇન્ડીઝ પોતાની ઇનિંગ્સની શરૂઆત કરી શક્યું નહોતું. લેફ્ટ આર્મ સ્પિનર સુલેમાન બેને એબી ડિવિલિયર્સને ૧૫૨ અને હાશિમ અમલાને ૨૦૮ રને આઉટ કર્યા હતા. નવા બૅટ્સમૅન સ્ટિઆન વૅન ઝીલે ૧૪૮ રન કર્યા હતા.