મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તારીખ નક્કી થઈ ગઈ?

10 September, 2025 08:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૨૦માંથી ૧૫ ટીમ નક્કી થઈ ગઈ છે એ બધા વચ્ચે ટુર્નામેન્ટની તારીખની અપડેટ સામે આવી છે

પ્રતીકાત્મક તસવીર

મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ૨૦માંથી ૧૫ ટીમ નક્કી થઈ ગઈ છે એ બધા વચ્ચે ટુર્નામેન્ટની તારીખની અપડેટ સામે આવી છે. મળતા અહેવાલ અનુસાર ૨૦૨૬નો મેન્સ T20 વર્લ્ડ કપ ૭ ફેબ્રુઆરીથી ૮ માર્ચ દરમ્યાન યોજાવાની શક્યતા છે. યજમાન દેશ ભારત અને શ્રીલંકામાં અનુક્રમે પાંચ અને બે વેન્યુ પર ટુર્નામેન્ટ રમાઈ શકે છે. ફાઇનલ મૅચના વેન્યુ માટે અમદાવાદ અને કોલંબો ફેવરિટ છે. ICC હજી પણ સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. 

૨૦૨૬ના મેન્સ T20 વર્લ્ડ કપ માટે ૧૫ ટીમની પુષ્ટિ થઈ છે જેમાં ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, આયરલૅન્ડ, કૅનેડા, નેધરલૅન્ડ અને ઇટલીનો સમાવેશ થાય છે. બાકીની પાંચ ટીમમાંથી બે આફ્રિકા પ્રાદેશિક ક્વૉલિફાયરમાંથી અને ત્રણ એશિયા-પૅસિફિક ક્વૉલિફાયરમાંથી આવશે.

sports news sports cricket news indian cricket team world cup