જયપુર વૅક્સ મ્યુઝિયમ ટીમે સ્ટૅચ્યુ માટે લીધાં હરમનપ્રીત કૌરનાં માપ

06 December, 2025 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનમાં સ્થિત જયપુર વૅક્સ મ્યુઝિયમની હાલમાં ભારતની વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌરે વિઝિટ કરી હતી. આ મુલાકાત દરમ્યાન તેણે મ્યુઝિયમ ટીમના તેના સ્ટૅચ્યુ માટે માપ આપ્યાં હતાં.

જયપુર વૅક્સ મ્યુઝિયમ ટીમે સ્ટૅચ્યુ માટે લીધાં હરમનપ્રીત કૌરનાં માપ

રાજસ્થાનમાં સ્થિત જયપુર વૅક્સ મ્યુઝિયમની હાલમાં ભારતની વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન હરમનપ્રીત કૌરે વિઝિટ કરી હતી. આ મુલાકાત દરમ્યાન તેણે મ્યુઝિયમ ટીમના તેના સ્ટૅચ્યુ માટે માપ આપ્યાં હતાં. ૨૦૨૬ની ૮ માર્ચે જ્યારે તેના સ્ટૅચ્યુનું અનાવરણ થશે ત્યારે તે પોતાના પરિવારને લઈને આવશે એવું વચન પણ આપ્યું છે. મ્યુઝિયમની એક ટીમે તેના શરીરનાં વિગતવાર માપ લીધાં હતાં. હરમનપ્રીત કૌર વૅક્સનું સ્ટૅચ્યુ બનાવવાની પ્રક્રિયા વિશે જાણવા માટે ઉત્સુક જોવા મળી હતી.

harmanpreet kaur indian womens cricket team rajasthan cricket news sports news