30 November, 2025 02:53 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચૅમ્પિયન બ્લાઇન્ડ વિમેન પ્લેયર્સને મળ્યાં જય શાહ અને કૅપ્ટન હરમનપ્રીત કૌર
દિલ્હીની તાજ હોટેલમાં શુક્રવારે રાતે ભારતની વર્લ્ડ કપ વિજેતા બ્લાઇન્ડ વિમેન્સ ટીમના પ્લેયર્સે બે સ્પેશ્યલ વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. એક અવૉર્ડ-શો દરમ્યાન સિનિયર વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ વિજેતા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર અને ICCના ચૅરમૅન જય શાહે બ્લાઇન્ડ વિમેન્સ ટીમના પ્લેયર્સને મળીને જીત બદલ શુભેચ્છા આપી હતી.
હરમનપ્રીત કૌર પ્લેયર્સને ભેટી પડી હતી જ્યારે જય શાહે પ્લેયર્સ સાથે ફોટો પડાવીને વાતો પણ કરી હતી. એક ન્યુઝ-ચૅનલના અવૉર્ડ-શો દરમ્યાન બ્લાઇન્ડ વિમેન્સ ટીમને ઇન્સ્પિરેશનલ ચૅમ્પિયન્સનો અવૉર્ડ મળ્યો હતો.