હાર્દિક પંડ્યાની ભોજપુરીના ફેન થઈ જશો, જુઓ વીડિયો

14 February, 2019 02:45 PM IST  | 

હાર્દિક પંડ્યાની ભોજપુરીના ફેન થઈ જશો, જુઓ વીડિયો

એડ વીડિયોમાં હાર્દિક પંડ્યા

ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલ અને ફેશન માટે જાણીતા છે. ક્રિકેટના મેદાન પર તેનો આક્રમક અંદાજ પણ ફેન્સને પસંદ આવે છે. હાલ ભલે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં મેદાન પર ન દેખાઈ રહ્યા હોય, પરંતુ તેમ છતાંય હાર્દિકે એક એવું કામ કર્યું છે, જેના કારણે તે ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાનો નવો અવતાર જોવા મળ્યો છે એક વીડિયોમાં આ વીડિયો એક એડ ફિલ્મ છે, જેમાં હાર્દિક પંડ્યાની સાથે સાથે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ દેખાઈ રહ્યા છે.

એડવર્ટાઈઝના વીડિયોમાં હાર્દિક પંડ્યા અને એમ એસ ધોની

સ્ટાર પ્લસની આ એડમાં હાર્દિક પંડ્યા ભોજપુરી અંદાજમાં દેખાશે. હાર્દિક પંડ્યા અને ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. હાર્દિકે તેને પોતાની ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શૅર કર્યો છે. નીચે ક્લિક કરીને જુઓ વીડિયો

 

 

વીડિયો વિશે

આ વીડિયોમાં ધોની અને હાર્દિક પંડ્યા એક વૃક્ષ પર બેઠેલા છે. બંને ભોજપુરી ભાષામાં વાત કરતા દેખાઈ રહ્યા છે. વૃક્ષ પર બેઠેલા ધોની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ચાલી રહેલી મેચ દૂરબીનથી જોવે છે, પણ જ્યારે તેઓ હાર્દિક પંડ્યાને દૂરબીન આપે છે, તો તેને મેચ નથી દેખાતી. આ દરમિયાન વાત વાતમાં હાર્દિક પંડ્યા ધોનીને 'હટ બૂડબક' પણ કહે છે. આમ તો હાર્દિક પંડ્યા ગુજરાતી છે, પરંતુ આ એડમાં તેમની ભોજપૂરી કાબિલે દાદ છે. ધોની પણ પોતાના ભોજપુરી અંદાજમાં જામી રહ્યા છે. ધોનીનું બાળપણ બિહાર અને ઝારખંડમાં વીત્યું છે, તો ભોજપુરી પર તેમની પકડ દેખાય છે.

hardik pandya mahendra singh dhoni cricket news