10 January, 2022 08:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હાર્દિક પાંડ્યા (ફાઈલ તસવીર)
હાર્દિક પાંડ્યા આઇપીએલની નવી ટીમ અમદાવાદનો કૅપ્ટન બની શકે છે. હાર્દિક જેણે પોતાના આઇપીએલ કરિઅરની શરૂઆતથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે હતો, તેને આ વખતે ટીમે રીટેન કર્યો નહોતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી અમદાવાદ ફ્રેન્ચાઇઝીનો કૅપ્ટન હાર્દિક પાંડ્યા હશે. હાર્દિકને આ વખતે મુંબઇ ઇન્ડિયન્સે રિટેન કર્યો નથી. આથી પહેલા ચર્ચા હતી કે ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સના પૂર્વ કૅપ્ટન અને બૅટ્સમેન શ્રેયસ અય્યરને આ જવાબદારી સોંપી શકે છે.
એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટ મુજબ અમદાવાદ ફ્રેન્ચાઇઝી વડોદરાના ઑલરાઉંડર હાર્દિક પાંડ્યાને પોતાની ટીમની કમાન સોંપી શકે છે. આની સાથે જ સનરાઇઝર્સ હૈદરાબાદના પૂર્વ લેગ સ્પિનર રાશિદ ખાન પણ આ ટીમ સાથે જોડાઇ શકે છે. રાશિદે કહેવાતા વિવાદોને કારણે હૈદરાબાદ ટીમનો સાથે છોડી દીધો. રાશિદ રિટેનશિપમાં ટીમની પહેલી પસંદ તરીકે રહેવા માગતો હતો પણ હૈદરાબાદે કેન વિલિયમસનને અહીં રાખ્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે કુલ 10 ટીમ હશે. ગયા મહિને ટીમોએ પોતાની પસંદના અધિકતમ ચાર ખેલાડીઓના લિસ્ટ આઇપીએલ પ્રબંધનને સોંપી હતી. લખનઉ અને અમદાવાદ ટીમને પોતાના કેટલાક ખેલાડીઓનું લિસ્ટ આ મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં સોંપવાનું છે. આઇપીએલમાં આ વખતે મેગા ઑક્શન થવાનું છે. આ ઑક્શન 7 અને 8 ફેબ્રુઆરીના રોજ ચેન્નઈમાં થશે.