26 July, 2025 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિકનો દીકરો અગસ્ત્ય
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગઈ કાલે પોતાના દીકરા અગસ્ત્ય સાથેનો એક ક્યુટ વિડિયો શૅર કર્યો હતો જેની કૅપ્શનમાં લખ્યું હતું, બૅટની પસંદગી વિશે મારે મારા સ્થાનિક ક્રિકેટ-નિષ્ણાત અગસ્ત્યની સલાહ લેવી પડી. આ વિડિયોમાં અગસ્ત્ય પપ્પાને ભારે બૅટનો ઉપયોગ સિક્સર મારવા માટે અને હળવી બૅટ ડિફેન્સિવ રમવા માટે ઉપયોગ કરવો જોઈએ એવી સલાહ આપતો જોવા મળ્યો હતો.