હાર્દિક પંડ્યાની આ ઈન્સ્ટા પૉસ્ટથી ફૅન્સ થયા ઈમોશનલ

06 November, 2020 09:45 PM IST  |  UAE | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પંડ્યાની આ ઈન્સ્ટા પૉસ્ટથી ફૅન્સ થયા ઈમોશનલ

તસવીર સૌજન્યઃ હાર્દિક પંડ્યાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

હાર્દિક પંડ્યા હાલ UAEમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમથી રમી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ગઈ કાલે ક્વોલિફાયર મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે. દિલ્હી કૅપિટલ્સને 57 રનથી હરાવીને આ ટીમ આઈપીએલના ઈતિહાસમાં છઠ્ઠી વખત ફાઈનલમાં પહોંચી છે.

ફાઈનલમાં પહોંચ્યા બાદ હાર્દિક પંડ્યાએ તેના દિકરા અગસ્ત્ય સાથેનો એક ફોટો શૅર કર્યો છે, જે સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમ જ આ પૉસ્ટમાં એક વીડિયો પણ છે. હાર્દિકના ફૅન્સ પણ આ પૉસ્ટ જોઈને ઈમોશનલ થયા છે કારણ કે આ પોસ્ટથી સ્પષ્ટ સમજાય છે કે હાર્દિક તેના દિકરાને કેટલો મીસ કરી રહ્યો છે.

હાર્દિકની પૉસ્ટમાં તેની પત્ની નતાશાએ પણ હાર્ટનું ઈમોજી આપ્યું છે. આઈપીએલ 2020ની ફાઈનલ 10 નવેમ્બરે થશે. હાર્દિક ઈન્જર્ડ થયો હોવાથી આ સીઝનમાં બોલીંગ ખાસ કરી નથી પરંતુ બેટિંગ આક્રમક રીતે કરી રહ્યો છે.

ગઈ કાલની મેચમાં 14 બોલમાં છ સિક્સ મારીને અણનમ 37 રન કર્યા હતા. આ સીઝનમાં હાર્દિકે 13 મેચમાં 278 રન કર્યા છે, જેમાં સૌથી વધુ સ્કોર નોટઆઉટ 60 રન છે.

 

hardik pandya viral videos instagram