નવી ગર્લફ્રેન્ડ સાથેના ફોટો શૅર કરીને હાર્દિક પંડ્યાએ નવી રિલેશનશિપ જગજાહેર કરી

12 October, 2025 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માહિકા શર્મા સાથેનો દરિયાકિનારાના રિસૉર્ટ પરનો અને નાઇટ-પાર્ટીનો ફોટો શૅર કરીને તેને ટૅગ કરી હતી.  

હાર્દિકે મોડી રાતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માહિકા શર્મા સાથેનો દરિયાકિનારાના રિસૉર્ટ પરનો અને નાઇટ-પાર્ટીનો ફોટો શૅર કરીને તેને ટૅગ કરી હતી.  

ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગઈ કાલે ૩૨ વર્ષનો થયો એના થોડા કલાક પહેલાં નવી ગર્લફ્રેન્ડ સાથેના તડકતા-ભડકતા ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી હતી. ૨૪ વર્ષની મૉડલ માહિકા શર્મા સાથે શુક્રવારે વહેલી સવારે મુંબઈ ઍરપોર્ટ પર દેખાયા બાદ હાર્દિકે મોડી રાતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં માહિકા શર્મા સાથેનો દરિયાકિનારાના રિસૉર્ટ પરનો અને નાઇટ-પાર્ટીનો ફોટો શૅર કરીને તેને ટૅગ કરી હતી.  

અહેવાલ અનુસાર માહિકા શર્માએ દિલ્હીની નેવી ચિલ્ડ્રન સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ અર્થશાસ્ત્ર અને ફાઇનૅન્સમાં ડિગ્રી મેળવી છે. ૨૦૨૪ ઇન્ડિયન ફૅશન અવૉર્ડ્‍સમાં મૉડલ ઑફ ધ યર (ન્યુ એજ) અવૉર્ડ જીતનાર માહિકાએ ‘ઇન ટુ ધ ડસ્ક’ (૨૦૧૫) અને ‘નરેન્દ્ર મોદી’ (૨૦૧૯) ફિલ્મ સહિત કેટલાક મ્યુઝિક-વિડિયોમાં નાની ભૂમિકા ભજવી છે. તેના સોશ્યલ મીડિયા પર લાઇફસ્ટાઇલ, ટ્રાવેલિંગ અને યોગનું કન્ટેન્ટ વધુ જોવા મળે છે. 

sports news sports hardik pandya sex and relationships cricket news indian cricket team instagram