02 November, 2026 02:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડયા
ભારતીય ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં જગતના નંબર વન યુટ્યુબર મિસ્ટર બીસ્ટની ચૅનલ પર જોવા મળ્યો હતો.અમેરિકન યુટ્યુબર મિસ્ટર બીસ્ટ દ્વારા મળેલી સ્પોર્ટ્સ ચૅલેન્જમાં હાર્દિક પંડ્યાએ ક્રિકેટને બદલે બેઝબૉલ પર હાથ અજમાવ્યો હતો. પહેલી વખત બેઝબૉલ રમી રહેલા હાર્દિક પંડ્યાએ ચાર વખત હોમ-રન એટલે કે મેદાનની બહાર બૉલ ફટકારીને ચૅલેન્જ જીતી લીધી હતી. વિજેતા તરીકે હાર્દિક પંડ્યાને મિસ્ટર બીસ્ટ તરફથી ૯૫ લાખ રૂપિયા મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ આ પ્રાઇઝ-મનીને પ્રાણીઓ અને જરૂરિયાતમંદ લોકો માટે દાન કરવાની જાહેરાત કરી હતી.