વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર !

19 July, 2019 04:48 PM IST  |  મુંબઈ

વેસ્ટ ઈન્ડિઝ ટૂરમાં હાર્દિક પંડ્યાના સમાવેશ પર શંકા, થઈ શકે છે બહાર !

File Photo

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ક્રિકેટમાં પરિવર્તન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ધોનાના સંન્સાય, નવા કોચની પસંદગી, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે ઝઘડો, વન ડેની કેપ્ટનશિપ વગેરે લઈને ખૂબ ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત CoAએ કેટલાક નિયમો બદલ્યા છે, જેને કારણે શુક્રવારે થનારી ટીમ પસંદગીની બેઠક પણ ટાળી દેવાઈ છે. હવે કહેવાઈ રહ્યું છે કે રવિવારે વેસ્ટ ઈન્ડિઝ ટૂર માટે ટીમ ઈન્ડિયાની પસંદગી થી શકે છે. આ તમામ ચર્ચા વચ્ચે નવા સમાચાર જે આવ્યા છે, તેનાથી ટીમ ઈન્ડિયાને ઝટકો લાગી શકે છે.

વર્લ્ડ કપ 2019 બાદ કયા ખેલાડીઓને વિન્ડીઝની ટૂરમાં સ્થાન મળશે અને કોણ આરામ કરશે તેનો જવાબ તો રવિવાર બાદ જ મળશે. જો કે ચર્ચા એવી છે કે ટીમ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા વિન્ડિઝ ટૂરમાંથી બહાર થઈ શકે છે. હાલ તો ટીમ ઈન્ડિયાની પસંદગી કરતા પહેલા પસંદગીકારો તમામ ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ચાલી રહેલી ચર્ચા પ્રમાણે હાર્દિક પંડ્યા કેરેબિયન ટૂર પર જાય તેવી શક્યતા ઓછી છે. હાર્દિક પંડ્યાને આ ટૂરમાં આરામ અપાઈ શકે છે. હાર્દિક પંડ્યાને હાલ પીઠની તકલીફ સામે લડી રહ્યા છે, એટલે તે વિન્ડિઝ ટૂર પર જાય તેવી શક્યતા ઓછી છે. તો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરહાને વન ડે અને ટી 20 સિરીઝમાં આરામ અપાઈ શકે છે. કેપ્ટન કોહલીની હાજરી નક્કી મનાઈ રહી છે.

આ પણ વાંચોઃ જ્યારે 47 ધનસુખ ભવનની સ્ટાર કાસ્ટે આપી ગુજરાતીની પરીક્ષા !

ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ ટી 20, ત્રણ વન ડે અને 2 ટેસ્ટમેચની સિરીઝ રમવાની છે. ટી 20 સિરીઝની શરૂઆત 3 ઓગસ્ટે થશે, જ્યારે વન ડે સિરીઝની શરૂઆત 8 ઓગસ્ટથી થશે. 22 ઓગસ્ટે પહેલી ટેસ્ટ મેચ અને 30 ઓગસ્ટે બીજી ટેસ્ટ મેચ રમાશે. તો વિન્ડીઝ ટૂર માટે ટીમની પસંદગી 21 ઓગ્સટે થઈ શકે છે.

sports news cricket news hardik pandya