પિતા બનવાનો છે હાર્દિક પંડ્યા, મંગેતર નતાશાએ શૅર કરી ગુડ ન્યૂઝ

31 May, 2020 09:47 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પિતા બનવાનો છે હાર્દિક પંડ્યા, મંગેતર નતાશાએ શૅર કરી ગુડ ન્યૂઝ

નતાશાએ શૅર કરી ખુશખબરી, ઉત્સાહિત છે નવા જીવનને વેલકમ કરવા

ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેમની મંગેતર નતાશા સ્ટાનકોવિક ટૂંક સમયમાં જ પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાના છે. નતાશા પ્રેગ્નેન્ટ છે અને આ વાતની માહિતી નતાશાએ પોતે જ આપી છે. બન્ને સેલેબ્સે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરીને ચાહકો સાથે ખુશખબરી શૅર કરી છે.

નતાશાએ લખ્યું છે કે, "હાર્દિક અને મેં અત્યાર સુધી ઘણો યાદગાર સમય પસાર કર્યો છે અને હજી વઘારે બહેતર થવાનો છે. અમે બન્ને એક નવા જીવનનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. અમે બન્ને આ નવા પગલાંઓ માટે સુપર એક્સાઇટેડ છીએ અને તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓની કામના કરીએ છીએ."

બીજી તરફ હાર્દિકે પણ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શૅર કરીને નતાશા સાથે પોતાના જીવનનના નવા ફેઝને શૅર કર્યો છે. તેણે લોકોની દુઆઓ અને આશીર્વાદ માગ્યા છે.

નતાશા દ્વારા શૅર કરવામાં આવેલી તસવીરમાં તે બેબી બમ્પ સાથે દેખાય છે. હાર્દિકે તેની બેલી પર હાથ મૂકતાં પ્રેગ્નેન્સીની હિન્ટ આપી છે. બન્ને એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે.

નોંધનીય છે કે આ વર્ષે ન્યૂયરના દિવસે જ બન્નેએ સગાઇ કરી હતી. તેમણે દુબઈથી સગાઈની તસવીરો શૅર કરીને બધાને ચોંકાવી દીધા હતા. અને તેના પછી જ બન્ને ચર્ચામાં રહ્યા છે. નતાશાના એક્સ-બૉયફ્રેન્ડે પણ તેને પોતાના નવા જીવનની શરૂઆત માટે વિશ કર્યું હતું.

hardik pandya sports sports news cricket news