27 December, 2025 04:02 PM IST | Surat | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા-માહિકા શર્મા સાથે ભીડે કર્યો દુર્વ્યવહાર
હાર્દિક પંડ્યા અને માહિકા શર્માને આ અઠવાડિયામાં મુંબઈ અને સુરતમાં ભીડનો કડવો અનુભવ થયો છે. મુંબઈમાં ઍર રેસ્ટોરાંની બહાર આવતા આ કપલને ભીડે ઘેરી લીધું હતું. માહિકાને સુરક્ષિત કારમાં બેસાડીને માંડ-માંડ ડ્રાઇવરની સીટ પર બેસવાનો પ્રયત્ન કરતા હાર્દિક પંડ્યાએ સેલ્ફી પડાવવા માટે રસ ન દાખવતાં એક ફૅને તેને ‘ભાડ મેં જા’ એમ કહી દીધું હતું.
સુરતમાં સગાઈ-સમારોહમાં ભાગ લેવા ગયેલા આ કપલને ફૅન્સની ભીડે હોટેલમાં લિફ્ટ પાસે ઘેરી લીધું હતું. આ ભીડમાંથી એક વ્યક્તિએ માહિકાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડને સુરક્ષિત લિફ્ટ સુધી પહોંચાડી હતી. જોકે લિફ્ટની અંદર એન્ટ્રી કરવા સુધી હાર્દિક પંડ્યા તે વ્યક્તિને ખૂબ ગુસ્સાથી જોઈ રહ્યો હતો. આ બન્ને ઘટનાના વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.