હાર્દિક પંડ્યા પર તૂટ્યો દુ:ખનો પહાડ, હાર્ટ એટેકથી થયું પિતાનું અવસાન

16 January, 2021 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાર્દિક પંડ્યા પર તૂટ્યો દુ:ખનો પહાડ, હાર્ટ એટેકથી થયું પિતાનું અવસાન

હાર્દિક પંડ્યા

ભારતીય ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પિતાનું શનિવારે અવસાન થયું છે. હિમાંશુ પંડ્યાના નિધનના સમાચાર મળ્યા બાદથી જ પંડ્યા પરિવાર તકલીફમાં છે. જાણકારી મુજબ હાર્ટ એટેકને કારણે તેના પિતાનું અવસાન થયું છે. હાર્દિકનો મોટો ભાઈ હાલ બરોડા ટીમની કપ્તાની સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં રમી રહ્યો છે.

પિતાના અવસાનના ખરાબ સમાચારો મળ્યા બાદ કૃણાલ પંડ્યા ખૂબ જ દુ:ખી છે. જાણકારી મળ્યા બાદ કૃણાલે સૈયલ મુશ્તાક અલી ટ્રૉફીમાં બરોડા ટીમની કેપ્ટન્સી છોડી દીધી છે. સમાચાર મળ્યા બાદ તરત જ તએઓ બાયો બબલમાંથી બહાર નીકળી ગયા છે. હવે આ ટૂર્નામેન્ટમાં તેઓ ટીમની તરફથી રમી શકશે નહીં. અત્યાર સુધી તેમણે ટીમ તરફથી ચાર મૅચ રમી છે. જેમાં ચાર વિકેટ પ્રાપ્ત કરી છે, જ્યારે પહેલા મૅચમાં ઉત્તરાખંડ વિરૂદ્ધ રમતા કૃણાલે 76 રનની ઝડપી ઈનિંગ રમી હતી.

બરોડા ક્રિકેટ એસોસિએશનના કાર્યકારી અધિકારી શિશિર હટાંગડીએ કહ્યું, હાં કૃણાલ પંડ્યા બાયો બબલથી બહાર નીકળી ગયા છે. આ એક વ્યક્તિગત દુ:ખદ ઘટના છે. બરોડા ક્રિકેટ એસોસિએશન આ દુ:ખની ઘડીમાં હાર્દિક અને કૃણાલને સાંત્વના આપી રહ્યા છે.

હાર્દિક પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં રમી રહ્યા નથી, તેઓ ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સાથે થનારી સીરીઝની તૈયારીઓમાં એકત્રિત થયા છે. ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-20 અને વનડે સીરીઝમાં હાર્દિકે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ઈજાના કારણે તે બોલિંગ નથી કરી રહ્યા છે, જેના કારણે તેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

hardik pandya krunal pandya sports news cricket news