હાર્દિક અને કુણાલ પંડ્યા ચાર્ટર્ડ પ્લેન કરી ધોનીને વિશ કરવા રાંચી ગયા

09 July, 2020 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હાર્દિક અને કુણાલ પંડ્યા ચાર્ટર્ડ પ્લેન કરી ધોનીને વિશ કરવા રાંચી ગયા

રાંચી એરપોર્ટનો આ વીડિયો વાઇરલ થયો હતો

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એસએસ ધોની (M S Dhoni) નો જન્મદિવસ મનાવવા રાંચી પહોંચ્યા હતા. પંડ્યા ભાઈઓને અચાનક જ નક્કી કર્યું કે તેઓ ધોનીનો જન્મદિવસ તેમના ઘરે જઈને ઉજવશે. હાર્દિક અને કૃણાલ ચાર્ટર્ડ પ્લેનથી રાંચી પહોંચ્યા. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. હાર્દિકે ટ્વિટર પર ધોની માટે એક સુંદર સંદેશ પણ લખ્યો હતો. હાર્દિકે પણ પોતાના સંદેશમાં ધોનીનો આભાર માન્યો હતો.

હાર્દિકે ધોની વિશે કહ્યું હતું કે તમે મારા ખરાબ સમયમાં મારો સાથ આપ્યો, તે બદલ આભાર. હાર્દિક ધોનીને અત્યંત ખાસ માને છે. આ જ કારણે હાર્દિક બને એટલો વખત ધોનીની સાથે રહેવાનું પસંદ કરે છે. હાર્દિકે રાત્રે 12 વાગ્યે ધોનીને શુભેચ્છા પાઠવી હતી. કોરોનાવાઇરસ હોવા છતાં પોતાના મેન્ટરનો જન્મદિવસ હોવાથી પંડ્યાભાઇએ રાંચી પહોંચ્યા હતા. તેઓ બુધવારે વડોદરા પાછા ફરવાના હતા. રાંચી એરપોર્ટ પર હાર્દિક અને કૃણાલ પંડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હાર્દિકે ઘણી વાર કહ્યું છે કે ધોની તેના ભાઈ જેવા છે. ધોનીએ તેની કેપ્ટનશીપ હેઠળ હાર્દિકને ઘણો ટેકો આપ્યો હતો, તેથી જ આજે તે ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી ગણાય છે.

કોરોના વાયરસને કારણે આઈપીએલ મોકૂફ રાખવામાં આવી છે. જેના કારણે ચાહકો ધોનીને મેદાન પર રમતા નથી જોઇ શક્યા. બીસીસીઆઈ આ વર્ષે આઈપીએલ યોજવાનું વિચારે છે. મીડિયામાં મળેલા સમાચારો અનુસાર આ વખતે વિદેશમાં આઇપીએલનું આયોજન થઈ શકે છે. બીસીસીઆઈને ન્યુઝીલેન્ડમાં આઈપીએલ યોજવાની ઑફર આપવામાં આવી છે.

hardik pandya krunal pandya mahendra singh dhoni ms dhoni cricket news