10 June, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભજ્જીએ દીકરા સાથે માણ્યો મૉન્સૂનનો આનંદ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર હરભજન સિંહે સોશ્યલ મીડિયા પર પોતાના દીકરા જોવાન વીર સિંહ સાથેનો ક્યુટ વિડિયો શૅર કર્યો છે. ઑલમોસ્ટ ચાર વર્ષના દીકરા સાથે તે છત્રી લઈને પોતાના બિલ્ડિંગની બહાર વરસાદનો આનંદ માણતો જોવા મળ્યો હતો. ભજ્જીના હાથમાં રંગબેરંગી છત્રી હતી, જ્યારે તેના દીકરા પાસે સ્પાઇડરમૅનની પ્રિન્ટવાળી છત્રી હતી. કૅપ્શનમાં તેણે લખ્યું હતું કે ‘મારા સ્પાઇડરમૅન, તારી સાથે રહીને મારો આત્મા સ્વસ્થ થઈ જાય છે.’