05 December, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ
૨૦૦૭નો T20 વર્લ્ડ કપ અને ૨૦૧૧નો વન-ડે વર્લ્ડ કપ સાથે જીતનાર મહેન્દ્ર સિંહ ધોની અને હરભજન સિંહ વચ્ચેના સંબંધો હવે પહેલાં જેવા નથી રહ્યા. ભૂતપૂર્વ ભારતીય ઑફ સ્પિનર હરભજન સિંહે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘હું ધોની સાથે વાત નથી કરતો. જ્યારે હું ચેન્નઈ સુપર કિંગ્સમાં રમતો હતો ત્યારે અમે વાત કરતા હતા, પરંતુ એ સિવાય અમે ક્યારેય વાત કરી નથી. આ વાતને ૧૦ વર્ષ થઈ ગયાં છે. જ્યારે અમે IPLમાં રમતા હતા, અમારું એકબીજાના રૂમમાં આવવા-જવાનું પણ નથી થયું. મને ખબર નથી કે શું કારણ છે. મારે તેની સામે કોઈ વાંધો નથી. જો તેની પાસે કંઈક કહેવાનું હોય તો તે મને કહી શકે છે.’
આ પહેલાં ધોનીના ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર્સ ગૌતમ ગંભીર, વીરેન્દર સેહવાગ અને યુવરાજ સિંહ સાથે પણ સંબંધો બગડવાના સમાચાર સામે આવી ચૂક્યા છે.