ભજીની ચોરાઈ ગયેલી બૅગ મળી, પણ તે દુબઈ ન જઈ શક્યો

14 December, 2011 09:25 AM IST  | 

ભજીની ચોરાઈ ગયેલી બૅગ મળી, પણ તે દુબઈ ન જઈ શક્યો

 

આ બૅગમાં ભજીનો પાસપોર્ટ તેમ જ ડ્રાઇવિંગ લાઇસન્સ અને બીજા દસ્તાવેજો તથા તેના ૩૪ જેટલા ડેબિટ કાર્ડ અને પાંચ એટીએમ કાર્ડ બૅગમાંથી મળી આવ્યા હતા, પરંતુ એમાં ભજીએ જે રોકડા ૯૫૦૦ રૂપિયા રાખ્યા હતા એ ગાયબ હતા. ભજી ગઈ કાલે દુબઈ જવાનો હતો, પરંતુ પાસપોર્ટ સમયસર ન મળતાં તે નહોતો જઈ શક્યો. તેણે સોમવારે ચોરીની ઘટના બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ચોરી કરનારાઓને મારી અપીલ છે કે કમસે કમ મારો પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ મને પાછા મોકલી આપો.


ભજી પોતે પંજાબ પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટનો માનદ હોદ્દો ધરાવે છે. તે સોમવારે સાંજે એક મિત્ર સાથે પોતાની ફૉર્ડ એન્ડેવર કારમાં દિલ્હી આવી રહ્યો હતો ત્યારે ચોરીની ઘટના બની હતી. તે હાઇવે પર મિત્ર સાથે કૉફી શૉપમાં ગયો હતો અને પાંચ જ મિનિટમાં તેઓ પાછા આવ્યા હતા. જોકે એ પાંચ મિનિટમાં તેની કારની બારીનો કાચ તોડીને શખ્સો તેની બૅગ લઈ ગયા હતા.