મન્કીગેટ વિવાદમાં માફી માગી હોવાના સાયમન્ડ્સના દાવાને હરભજને ફગાવ્યો

14 February, 2019 01:17 PM IST  | 

મન્કીગેટ વિવાદમાં માફી માગી હોવાના સાયમન્ડ્સના દાવાને હરભજને ફગાવ્યો

એન્ડ્ર્યુ સાયમંડ્સ અને હરભજન

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ-સિરીઝ દરમ્યાન મન્કીગેટ વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. એન્ડ્રુયુ સાયમન્ડ્સે આ વિવાદ વિશે કહ્યું હતું કે હરભજન સિંહે રડતાં-રડતાં મારી પાસે માગી હતી.

આ વિશે ભજ્જીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘મારા મતે સાયમન્ડ્સ સારો ક્રિકેટર હતો, પરંતુ હવે તે સારો કથાલેખક બની ગયો છે. તેણે એ સમયે (૨૦૦૮)માં પણ વાર્તા ઘડી કાઢી હતી અને આજે પણ (૨૦૧૮) વાર્તા વેચી રહ્યો છે. દોસ્ત, છેલ્લાં ૧૦ વર્ષમાં દુનિયા ઘણી આગળ નીકળી ગઈ છે, તું પણ આગળ વધ.’

સાયમન્ડ્સે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘અમે એક રાત્રે એક અમીર વ્યક્તિના ઘરે ડિનર પર ગયા હતા ત્યારે સમગ્ર ટીમ ત્યાં હતી. એ સમયે હરભજને કહ્યું હતું કે શું એક મિનિટ માટે હું તારી સાથે બગીચામાં વાત કરી શકું છું. ત્યારે તેણે કહ્યું હતું કે મેં સિડનીમાં તારી સાથે જે કર્યું એ માટે માફી માગવા માગું છું. હું માફી માગું છું. હું જાણું છું કે આને કારણે તને અને તારા પરિવારને ઘણું નુકસાન થયું છે. મેં જે કર્યું એના વિશે માફી માગું છું. મારે આ નહોતું કરવું.’

૨૦૦૮માં સિડની ટેસ્ટ દરમ્યાન આ ઘટના બની હતી જેમાં હરભજન પર સાયમન્ડ્સને મન્કી (વાંદરો) કહેવાનો આરોપ મુકાયો હતો. આ ઘટનાનાં ૧૦ વર્ષ બાદ સાયમન્ડ્સે

કહ્યું હતું કે ‘ત્રણ વર્ષ બાદ બન્નેએ આ મામલાને ખતમ કર્યો હતો, જ્યારે બન્ને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માટે સાથે રમ્યા હતા.

harbhajan singh cricket news sydney